આયુર્વેદમાં અને ભારતીય સંસ્કૃતિમાં તુલસી અને ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ઔષધિય ક્ષેત્રે તુલસીની મહત્તા અને શ્રેષ્ઠતા અદ્વિતીય છે. જન સામાન્ય સુધી તુલસી અને તેના ઔષધિય ઉપયોગોની માહિતી પહોચી શકે એવા ઉદ્દેશથી મહિલા ઉત્થાન મંડળ – અમરેલી દ્વારા રાજકમલ ચોકમાં વૃંદા અભિયાન અંતર્ગત ‘હર ઘર તુલસી ઘર ઘર તુલસી ‘ ના ઉદ્દેશ્ય સાથે તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. તુલસીના રોપા સાથે દરેકને તુલસીના ઔષધિય ગુણો અને ઉપયોગો વિષેની માહિતી પત્રિકા પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.