ગાવડકા ગામે રહેતી એક મહિલાને તેના જ ગામનો યુવક હેરાન કરતો હતો. જે અંગે તેની માતાને ઠપકો આપતાં યુવકને સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મધુભાઈ નાનજીભાઈ ચુડાસમા (ઉ.વ.૪૫)એ વિજયભાઈ કરશનભાઈ માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના નાના ભાઈના પત્નીને આરોપી હેરાન કરતો હતો. જે બાબતે તેની માતાને ઠપકો આપવા જતા આરોપીને સારૂ નહી લાગતા જેમફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી પાવડાનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.