કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ બુધવારે દિલ્હીમાં એઆઇસીસી મુખ્યાલયમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની ગેરંટી જાહેર કરી. આ અવસરે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન પણ તેમની સાથે હાજર હતા. સાત વચનો અને મક્કમ ઇરાદા હેઠળ કોંગ્રેસે તેના ઢંઢેરામાં સાત મોટી ગેરંટી આપી છે.
આ ગેરંટી હેઠળ કોંગ્રેસે રાજ્યના વિકાસ અને લોક કલ્યાણને લગતા ઘણા મહત્વના વચનો આપ્યા છે. ખડગેએ કહ્યું કે જોજા કોંગ્રેસ સત્તામાં આવશે તો તે હરિયાણાના નાગરિકોને બહેતર વહીવટ અને જન કલ્યાણ યોજનાઓનો લાભ આપશે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુનિશ્ચિત કરશે અને ખેડૂતો, મજૂરો, યુવાનો અને મહિલાઓના હિતમાં મહત્વપૂર્ણ પગલાં લેશે.
કોંગ્રેસે જે વચન આપ્યા છે તેમાં તમામ મહિલાઓ (૧૮-૬૦ વર્ષની વય) માટે દર મહિને રૂ. ૨૦૦૦,૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર,વૃદ્ધો, અપંગો અને વિધવાઓને ૬૦૦૦ પેન્શન,કર્મચારીઓને ઓ.પી.એસ,સરકારી વિભાગોમાં ૨ લાખ કન્ફર્મ ભરતી,હરિયાણાને ડ્રગ ફ્રી બનાવશે,દાણચોરો પર કાર્યવાહી કરવામાં આવશે,૨૫ લાખ સુધીની મફત સારવાર (ચિરંજીવી યોજના),૩૦૦ યુનિટ મફત વીજળી,મફત પ્લોટ અને ૧૦૦-૧૦૦ યાર્ડના કાયમી મકાનો આપવાની યોજના,ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી,ખેડૂતોને તાત્કાલિક વળતરની જોગવાઈ ઓબીસીની ક્રીમી લેયર મર્યાદા વધારીને ૧૦ લાખ કરવામાં આવી,જાતિ સર્વેક્ષણ કરવામાં આવશે