બિહારના પટના જિલ્લાના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા પર તેની કાકી અને ભાઈને જીવતા સળગાવવાનો આરોપ છે. ઘટનાની માહિતી મળતાં જ ગ્રામજનોએ આરોપી મહિલા સાથે મારપીટ કરી હતી, બાદમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરણપુરા ગામમાં જમીનના વેચાણના પૈસાના વિવાદમાં એક મહિલાએ તેની કાકી અને પિતરાઈને એક રૂમમાં બંધ કરી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા. સમાચાર મળ્યા બાદ ગ્રામજનોએ બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોની ઓળખ ૭૦ વર્ષીય શાંતિ દેવી અને તેમના પુત્ર અવિનાશ કુમાર તરીકે થઈ છે.
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી મહિલા માધુરી દેવીને પકડીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને આ ઘટનાની જોણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી મહિલા માધુરી દેવીને ટોળાના ચુંગાલમાંથી છોડાવી હતી.
નૌબતપુર સ્ટેશનના પ્રભારી અનુરાગ દીપકે જણાવ્યું કે પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
ગામના લોકોએ જણાવ્યું કે મૃતક શાંતિ દેવીનો તેની ભત્રીજી સાથે મિલકતને લઈને વિવાદ હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલા તેના નામે થોડી જમીન પણ કરાવવા માંગતી હતી, પરંતુ મૃતક તેના માટે તૈયાર નહોતો. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.