જીરૂ:- ભૂકી છારોનાં નિયંત્રણ માટેઃ-
• સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા. / હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.
• રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.
ડુંગળી થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પીનોસેડ ૨ મીલિ/૧૦ લિટર અથવા કલોરફેનાપાયર ૧૦ ઇસી ૭.૫ મી.લી./ ૧૦ લિટર પાણીમાં નાખી પહેલાં છંટકાવ પછી બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.
ટામેટા:- લીલી ઈયળ
• લીલી ઈયળના નર ફુદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
• લીલી ઈયળના ઈંડાના પરજીવી ટ્રાયકોગ્રામા ભરી ૧.૫ લાખ / હે. પ્રમાણે દર અઠવાડિયે છોડવા.
• આ જીવાતનું ન્યુકિલયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ ઈયળ આંક અથવા બેસિલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧ કિ.ગ્રા. જરૂરી પાણીના જથ્થામાં ભેળવી એક હેક્ટર વિસ્તારની ટામેટીમાં છંટકાવ કરવો.
• લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મીલિ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મીલિ (૫ ઇસી) થી ૫૦ મીલિ (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ જણાય તો કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મીલિ અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મીલિ ફ્લુબેન્ડિયામાઈડ ૪૮૦ એસસી ૩ મીલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલિ અથવા લેમ્ડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મીલિ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મીલિ અથવા થાયામેથોકઝામ ૧૨.૬% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨૫ મીલિ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઈન્ડોકઝાકાર્બ ૪.૫ % એસસી ૨૦ મીલિ અથવા સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ મેળવી શકાય. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડુંગળી અને લસણ થ્રીપ્સનાં નિયંત્રણ માટેઃ-
• ખેતરમાંથી ઘાસ અને નિંદામણ દુર કરવું.
• પાકમાં નિયત સમયાંતરે પિયત આપતા રહેવું.
• ઉપદ્રવની શરૂઆત જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મીલિ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મીલિ (૧ ઇસી) થી ૪૦ મીલિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.૪૦ મીલિ (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસિલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મીલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય.
કોબીફલાવર:- જીવાણુંથી થતો કાળો કોહવારાનાં નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
વટાણા:- ભૂકી છારોનાં નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ વે.પા. ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઇસી ૮ મીલિ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૫ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ પછી બીજો છંટકાવ કરવો.
બટાટામાં આગોતરા સુકારાનાં નિયંત્રણ માટે રોગની શરૂઆત થતા કે ૩૫ દિવસ બાદ પ્રોપીકોનાઝોલ ૨૫ ઈ.સી. ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા અને બીજા ચાર છંટકાવ ૧૨ દિવસના આંતરે કરવા અથવા પ્રોપીનેબ ૭૦ વે.પા. ૧૫ ગ્રામ / ૧૦ લિટર પાણીના દ્રાવણનો રોગની શરૂઆત થયે પ્રથમ છંટકાવ અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના આંતરે કરવા. રજકો:- લીલી ઈયળનાં નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં બેસિલસ થુરીન્જીન્સીસ ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા લીલી ઈયળનું
એનપીવી ૨૫૦ એલઈ / હેકટરે પાકમાં જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી છંટકાવ કરવો. અથવા વધુ ઉપદ્રવ વખતે ફ્લુબેન્ડિયામાઈડ ૪૮૦ એસસી ૩ મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મીલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
બોરઃ- ભૂકી છારોનાં નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઇસી ૧૦ મીલિ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઇસી ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. બીજા બે છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. પાણીની અછતવાળા વિસ્તારમાં ગંધકની ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે રાખ સાથે ભેળવીને સવારના સમયે ઝાકળ હોય ત્યારે રોગની શરૂઆત જણાય કે તરત જ છંટકાવ કરવો.
પપૈયા પાનનો કોકડવા /પચરંગીયો / રીંગ સ્પોટ વાયરસનાં નિયંત્રણ માટે
• ઉભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ટ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.
• લીમડાનું તેલ ૧ મિલી / લિટર પાણી અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિલી ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.
• સીતાફળ મિલી બગનાં નિયંત્રણ માટે ઃ- ખરી ગયેલ પાન તથા ફળો વિણી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપી લઈ નાશ કરવો.
• ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફુટની ઊંચાઈએ પોલીથીલીન સીટનો એક ફુટ પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ઘારે ગ્રીસ લગાડવું.
• ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) મેટારીઝીયમ એનીસોપ્લી નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા વર્ટીસિલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ જણાય તો ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૧૫ મીલિ અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૫ મીલિ અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી તેમાં ૧૦ ગ્રામ કપડા ઘોવાનો પાઉડર ઉમેરી છંટકાવ કરવો.