હાલની પરિસ્થિતિમાં પૂજારીઓના વિવિધ પ્રશ્નોને લઇ શ્રી મંદિર પૂજારી મહાસભા ગુજરાત સંગઠનમાં જોડાવા સાધુ સમાજના કાર્યકર અતુલપુરી ગોસાઇ દ્વારા હાંકલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, મંદિરો અને પૂજારીઓના અનેક પ્રશ્નો ઉદ્‌ભવ્યા છે, જેની ચર્ચા માટે સૌ પ્રથમ સંગઠન તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં પૂજારીઓનું ભરણપોષણ, મંદિરો માટેના ખર્ચ તથા પૂજારીઓ તરીકેના અન્ય લાભો મેળવવા માટે ચર્ચાઓ કરવામાં આવશે.