મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને નામાંકન પહેલા જ મહાવિકાસ આઘાડીને ધમકી આપનાર સમાજવાદી નેતા અબુ આઝમીનો સૂર બદલાઈ ગયો છે.અબુ આઝમીએ વાતચીતમાં કહ્યું કે હવે તેઓ ક્યારેય મહાવિકાસ અઘાડી વિરુદ્ધ બોલશે નહીં. તેમણે કહ્યું કે હજુ પણ જેટલી સીટો માંગવામાં આવી છે તે મળવાની આશા છે. તમને જણાવી દઈએ કે તેમણે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં પોતાના સહયોગી પક્ષો પાસેથી પાંચ સીટોની માંગણી કરી હતી પરંતુ સપાને માત્ર બે સીટો મળી શકી હતી. આમ છતાં અબુ આઝમીએ નમ્રતા દાખવીને અલગ જ સંકેત આપ્યો છે.
એનસીપી શરદ પવારના જૂથે ફહાદ અહેમદને અનુશક્તિ નગરથી પોતાના ચૂંટણી ચિન્હ પર ઉમેદવાર બનાવ્યા છે. ફહાદ નવાબ મલિકની પુત્રી સના મલિક સામે ચૂંટણી લડવા જઈ રહ્યો છે, જ્યારે નવાબ મલિક પોતે અબુ આઝમી સામે ચૂંટણી લડી શકે છે, પરંતુ નવાબ મલિક અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે કોઈ પક્ષ તરફથી તે હજુ નક્કી થયું નથી.
મુંબઈની શિવાજી નગર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના નેતા અને મહાગઠબંધનના ઉમેદવાર અબુ આઝમી આજે તેમના સેંકડો કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા માટે બહાર આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ફૈઝાબાદ લોકસભા સીટના સાંસદ અવધેશ પ્રસાદ પણ જાડાયા હતા. ઉમેદવારી પત્ર ભરતી વખતે સપાના ધારાસભ્યનો સ્વર આજે બદલાયેલો જાવા મળ્યો હતો. અબુ આઝમીએ કહ્યું કે હવેથી તેઓ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ નહીં બોલે, અમે બધા સાથે છીએ. આ સાથે અવધેશ પ્રસાદે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની જીતનો દાવો પણ કર્યો હતો.
આ પહેલા અબુ આઝમીએ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષોને ધમકી આપતા કહ્યું હતું કે અમે પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે. આઝમીએ કહ્યું હતું કે જા સીટો પર જલ્દી નિર્ણય નહીં થાય તો તેઓ પોતાના ૨૫ ઉમેદવારો જાહેર કરશે. અમારી પાસે અનુશક્તિ નગર, ભાયખલા અને અન્ય કેટલીક જગ્યાઓ માટે ઉમેદવારો છે. હું ભીખ નહીં માંગું, જા નિર્ણય નહીં લેવાય તો આવતીકાલે એબી ફોર્મનું વિતરણ કરીશ.