લાતુર જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના નેતા નાથસિંહ દેશમુખ તેમના સમર્થકો સાથે ભાજપમાં જાડાયા છે. દેશમુખના શાસક પક્ષમાં જાડાવા સમયે મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર અને ધારાસભ્ય રમેશ કરાડ હાજર હતા. આગામી નાગરિક ચૂંટણીઓ પહેલા દેશમુખનું તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટી છોડી દેવું લાતુર ગ્રામીણ વિસ્તારમાં પાર્ટી માટે મોટો ફટકો હોવાનું માનવામાં આવે છે.નાથસિંહ દેશમુખે સોમવારે કહ્યું, “હું ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય નહોતો. આ કારણે, મારા સમર્થકો મને નિર્ણય લેવા માટે આગ્રહ કરી રહ્યા હતા. મને લાગ્યું કે મારા લોકો માટે વિકાસ કાર્ય ચાલુ રહેવું જાઈએ, અને અંતે, મેં ભાજપમાં જાડાવાનો નિર્ણય લીધો. પાર્ટીએ મારી પત્નીને લાતુર તાલુકાના  કાટગાંવ વિસ્તારમાંથી જિલ્લા પરિષદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે.”મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આજે રાજ્યની શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો. મહારાષ્ટ્રમાં ૨૪૬ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતોમાં ૨ ડિસેમ્બરે મતદાન થશે. રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ આ જાહેરાત કરી. રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૨૪૬ નગર પરિષદોમાં ચૂંટણી યોજાશે. નગર પરિષદના પ્રમુખની પણ ચૂંટણી થશે. તેમણે કહ્યું કે નગર નિગમ અને જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે નહીં. વાઘમારેએ કહ્યું કે ૧૪૭ નગર પરિષદોમાંથી ૪૨ માટે ચૂંટણી યોજાશે. બાકીની ૧૦૫ નગર પરિષદોની મુદત હજુ પૂરી થઈ નથી.