(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખ હવે ખૂબ નજીક છે. આ કારણોસર તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. હવે નેતાઓ પણ પોતાની પ્રસિદ્ધિ માટે સેલિબ્રિટીની મદદ લઈ રહ્યા છે. ગુરુવારે નાગપુરમાં આવું જ દ્રશ્ય જાવા મળ્યું હતું. નાગપુર પૂર્વના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત પ્રચાર સભામાં પ્રખ્યાત ડોલી ચાયવાલાએ પણ હાજરી આપી હતી. પ્રચાર દરમિયાન તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે જાવા મળ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં મતદારોને આકર્ષવા તમામ રાજકીય પક્ષો પણ સેલિબ્રિટીનો સહારો લઈ રહ્યા છે. બીજેપી નેતા અને નાગપુરના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ડોલી ચાયવાલા સાથેનો એક ફોટો શેર કર્યો છે.
બીજેપીના પ્રચારમાં ડોલી ચાયવાલા સાથેની તસવીર શેર કરતી વખતે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ લખ્યું – “નાગપુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પન્ના પ્રમુખ અને પન્ના કમિટીના કાર્યકર્તાઓ સાથે બેઠક અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા કરી. કાર્યકર્તાઓએ સખત મહેનત કરવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર કૃષ્ણા ખોપડે સહિત અનેક પક્ષના સભ્યો હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં, ૨૦મી નવેમ્બરે રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં એક સાથે મતદાન થશે. તે જ સમયે, મતદાનના ૩ દિવસ પછી ૨૩મી નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.