મહારાષ્ટ્રની સત્તામાં કાબેલ મહાવિકાસ અધાડી ગઠબંધનમાં શું ભૂંકપ આવનાર છે.હકીકતમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ એક નિવેદન આપી બધાને ચોંકાવી દીધા છે.નાના પટોલેએ કહ્યું કે તેમણે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને બતાવ્યું છે કે કંઇ રીતે શરદ પવારની એનસીપી રાજયમાં કોંગ્રેસને નબળી કરવામાં લાગ્યા છે.તેમના આ નિવેદન બાદ એવું લાગે છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી
એક પત્રકારના સવાલના જવાબમાં નાના પટોલે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે એનસીપી ગત અઢી વર્ષથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસને નબળી કરવામાં લાગી છે.નાના પટોલેએ દાવો કર્યો છે કે જીલ્લા પરિષદો અને અલગ એકમોમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને વિકાસના કાર્યો માટે યોગ્ય ફંડ આપવામાં આવી રહ્યો નથી
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષે ચિંતા વ્યકત કરતા કહ્યું કે ભિવંડી નિઝામપુરમાં કોંગ્રેસના ૧૯ કોર્પોરેટરો પાર્ટીને છોડી એનસીપીમાં સામેલ થયા છે એટલું જ નહીં પટોલેએ કહ્યું કે આ મહીને ગોદિયા જીલ્લા પરિષદના અધ્યક્ષ ચુંટવા દરમિયાન એનસીપીએ ગઠબંધનની દુશ્મન ભાજપ સાથે હાથ મિલાવ્યા પટોલેએ કહ્યું કે એનસીપી તરફથી કરવામાં આવી રહેલ આ હરકતને રાજસ્થાનમાં થયેલ ચિંતિત શિબિર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને બતાવવામાં આવી છે.
એ યાદ રહે કે વર્ષ ૨૦૧૯ની વિધાનસભા ચુંટણી બાદ એક નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ એનસીપી અને શિવસેનાએ સાથે મળી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન બનાવ્યું અને સરકાર બનાવી હતી આ સરકારમાં મુખ્યમંત્રી તરીકે શિવસેના નેતા ઉદ્વવ ઠાકરેને ચુંટવામાં આવ્યા હતાં મહારાષ્ટ્રમાં હિન્દુત્વની રાજનીતિ કરનારી શિવસેનાની સાથે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન અભૂતપૂર્વ છે કારણ કે શિવસેનાના નેતા આજે પણ જોહેરમાં હિન્દુત્વની રાજનીતિના પક્ષમાં નિવેદન આપે છે જયારે કોંગ્રેસ અને એનસીપી ખુદને સેકયુલર બતાવવાનો પ્રયાસ કરતા રહે છે.