હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે થઇ હતી જેમાં હરિયાણામાં ભાજપ અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-પીડીપીને જીત મળી છે આ બંને રાજ્યોની ચૂંટણીઓ બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો વારો છે. રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકારણ તેજ છે. જ્યારે મંગળવારે મહાવિકાસ આઘાડી બેઠક વહેંચણીને લઈને બેઠક કરી ત્યારે સીએમ એકનાથ શિંદેની તબિયત પણ બગડી છે, જેના કારણે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કેબિનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે.
મહાવિકાસ અઘાડીની બેઠક વહેંચણીને લઈને બેઠક મળી હતી આ બેઠકમાં નાના પટોલે, સંજય રાઉત, બાળાસાહેબ થોરાટ, અનિલ દેસાઈ, જિતેન્દ્ર આવ્હાડ, જયંત પાટીલ હાજર રહ્યાં હતાં આ પહેલા સોમવારે મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મહા વિકાસ આઘાડીના નેતાઓની બેઠક યોજાઈ હતી. નરીમાન પોઈન્ટ સ્થિત હોટેલ ટ્રાઈડેન્ટમાં લગભગ અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી લગભગ ૧૮૦-૯૦ બેઠકો
પર ત્રણેય પક્ષો વચ્ચે સહમતિ સધાઈ છે. ૧૦૦ જેટલી સીટો પર હજુ મામલો અટવાયેલો છે.
મુંબઈના સહ્યાદ્રી સ્ટેટ ગેસ્ટ હાઉસમાં આજે બપોરે યોજાનારી મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મુખ્યમંત્રી એકનાથ શિંદે બીમાર હોવાને કારણે રદ કરવામાં આવી હતી. વધુમાં, શિંદેની સોલાપુરની આયોજિત મુલાકાત, જ્યાં તેઓ લડકી બહેન કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, તે પણ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદેની બિમારી છેલ્લા કેટલાક દિવસોમાં જાગરણ સહિત નવરાત્રિના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના કારણે ભારે થાકને કારણે હતી.
તેમને આરામની સલાહ આપવામાં આવી છે અને હાલમાં તેઓ વર્ષામાં તેમના સત્તાવાર નિવાસસ્થાને સ્વસ્થ થઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પહેલા આ બેઠક કેબિનેટનું છેલ્લું સત્ર હશે. ઉદ્ધવ ઠાકરે મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી મંદિરમાં તેમના કાર્યકરો અને અધિકારીઓને સંબોધિત કરશે… તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા તેમની રાજ્યવ્યાપી વજ્ર નિર્ધાર સભામાં કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે.
Home રસધાર રાજકીય રસધાર મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મુખ્યમંત્રી એકનાથ શિંદે બીમાર હોવાને કારણે રદ કરવામાં આવી