મરાઠી લોકોના શાંતિપૂર્ણ આંદોલનને આતંકવાદીઓ સાથે જાડવું એ સંપૂર્ણ અન્યાય છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આનો જવાબ આપવો જાઈએ.
આ દિવસોમાં હિન્દી વિરુદ્ધ મરાઠીને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન, શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેના સંદર્ભમાં તેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો છે. આદિત્યએ ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈને મળ્યા અને તેમને આ પત્ર સોંપ્યો. જેમાં તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી અને વિપક્ષનો અવાજ સતત દબાવવામાં આવી રહ્યો છે. પત્રમાં આદિત્ય ઠાકરેએ ઉલ્લેખ કર્યો છે કે વિપક્ષ પાસે સતત ચાર સત્રો માટે નેતા નથી, જે લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે એ પણ જણાવ્યું કે શાસક પક્ષ વિધાનસભામાં ઉઠાવવામાં આવતા જાહેર હિતના મુદ્દાઓથી કેવી રીતે ડરી જાય છે અને વિપક્ષના વિચારોને દબાવવાનો પ્રયાસ કરે છે. આ સાથે, આદિત્ય ઠાકરેએ શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ) સંબંધિત મુદ્દાઓ પણ સીજેઆઇ સમક્ષ ઉઠાવ્યા છે.
બીજી તરફ, મુંબઈના મીરા રોડ પર તાજેતરમાં થયેલા રમખાણો અંગે, ઠાકરેએ કહ્યું કે તેઓ હિંસા કે હિંસાને સમર્થન આપતા નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અન્ય સમુદાયોના મોરચે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તો પછી મરાઠી સમાજના મોરચે ધરપકડ કેમ કરવામાં આવે છે? તેમણે કહ્યું કે મરાઠી લોકોના શાંતિપૂર્ણ આંદોલનને આતંકવાદીઓ સાથે જાડવું એ સંપૂર્ણ અન્યાય છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આનો જવાબ આપવો જાઈએ.
તેમણે કહ્યું કે અન્યાયી સરકારી આદેશો બાળવા બદલ કેસ નોંધવામાં આવી રહ્યા છે અને મરાઠી સમાજના અવાજને આતંકવાદ સાથે જાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઠાકરેએ કહ્યું કે આ લોકશાહી માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખતરનાક સંકેતો છે. અગાઉ, ઠાકરેએ ભાજપ પર મહારાષ્ટ્ર વિરોધી માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની લડાઈ સરકાર સામે છે. તેમણે કહ્યું હતું કે આ ભાજપનો ભાગલા પાડો અને રાજ કરોનો ખેલ છે. અમારી લડાઈ સરકાર સામે છે, કોઈ ભાષા સામે નહીં.