મહારાષ્ટ્રમાં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો પૂરજાશમાં ચાલી રહી છે. દરમિયાન, હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપને ભારતીય જનતાના ખિસ્સાકાતરુ એટલે કે જનતાને લૂંટનારી પાર્ટી તરીકે વર્ણવવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ૧૦૦ થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિનંતી કરી હતી, જેને ગડકરીએ સ્વીકારી લીધી છે. ગડકરીએ કહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે.
ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટÙની મુલાકાત લીધી હતી અને ભાજપ, શિવ શિવ અને એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અમિત શાહ પાસેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. જા કે હવે અજિત પવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અજિત પવારે એ વાતને પણ નકારી કાઢી હતી કે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની ૨૫ વિધાનસભા બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.