મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, વાવ, રાજસ્થાનમાં ભાજપની જીત થતા બગસરા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભાજપ આગેવાનો ધીરૂભાઈ કોટડીયા, અશોક પંડયા, ભાવેશ મસરાણી, જયેશ પંડયા, નિલેશ દેશાણી, ભરત માંડલીયા, સુરેન્દ્રભાઈ બસીયા સહિતના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરી જીતની શુભેચ્છા આપી હતી.