દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જાવા મળી રહ્યો છે. માત્ર મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના ૧૮૮૧ નવા કેસ સામે આવ્યા, જે સોમવારના મુકાબલે ૮૧ ટકા અને ૧૮ ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્ંર કે આ કેસ મ્.છ.૫ વેરિએન્ટના છે.
માત્ર મુંબઈમાં ૧૨૪૨ કેસ સામે આવ્યા, જે સોમવારની તુલનામાં ડબલ છે. પરંતુ આ દરમિયાન કોઈ મૃત્યુ થયા નથી. સોમવારે રાજ્યમાં ૧૦૩૬ કેસ સામે આવ્યા હતા તો મુંબઈમાં ૬૭૬ કેસ સામે આવ્યા હતા. ધ્યાન આપવા જેવી વાત છે કે સોમવારે ઓછા કેસ સામે આવવાનું કારણ વીકેન્ડમાં થયેલા ઓછા ટેસ્ટ હતા. મંગળવારે નવા કેસ બાદ મુંબઈમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૮,૯૬,૧૧૪ પહોંચી ગઈ જ્યારે મોતના આંકડા (૧,૪૭,૮૬૬) માં કોઈ વધારો થયો નથી.
મંગળવારે મહારાષ્ટ્રમાં ૧૮ ફેબ્રુઆરી બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે રાજ્યમાં ૨૦૮૬ નવા કેસ નોંધાયા હતા. બીજે મેડિકલ કોલેજ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જીનોમ સીક્વેÂન્સંગના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પુણેની ૩૧ વર્ષીય મહિલા મ્.છ.૫ વેરિએન્ટથી પીડિત હતી. કહેવામાં આવ્યું કે મહિલામાં કોઈ લક્ષણ નહોતા અને તે હોમ આઈસોલેશનમાં સાજી થઈ ગઈ હતી.
૨૮ મેએ મહારાષ્ટ્રમાં પ્રથમવાર બી.એ.૪ સબ લાઇનેઝના ચાર અને બી.એ.૫ સબ-લાઇનેઝના ત્રણ કેસ સામે આવ્યા હતા. ૧૨૪૨ કેસ પર મુંબઈમાં ડેલી ઇન્ફેક્શન રેટ ૨૯ જાન્યુઆરી બાદ સૌથી વધુ હતો, ત્યારે શહેરમાં ૧૪૧૧ કેસ સામે આવ્યા હતા. મહત્વનું છે કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮૪૩૨ છે. નંદુરબાર, ધુલે, જાલના, અકોલા, બુલઢાણા અને ગોંદિયા જિલ્લામાં મંગળવાર સુધી કોઈ એક્ટિવ કેસ નથી. તો અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૮ દર્દી સાજા થયા છે. ત્યારબાદ રાજ્યમાં રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને ૭૭,૩૯,૮૧૬ થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૦૨ ટકા છે. સોમવારે સાંજથી અત્યાર સુધી ૩૫,૬૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે.