મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) ના કર્મચારીઓ દ્વારા પગાર વધારા અને અન્ય માંગણીઓ અંગેની હડતાળ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રહેતાં પરિવહન સેવાઓને અસર થઈ હતી. ખાસ કરીને ગણેશ ઉત્સવ પહેલા આ હડતાળના કારણે લાખો મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે હડતાળની અસરને ઓછી કરવા માટે એમએસઆરટીસી વહીવટીતંત્ર કોન્ટ્રાક્ટના ધોરણે બહારથી ડ્રાઇવરોની નિમણૂક કરવાનું વિચારી રહ્યું છે. એમએસઆરટીસીના કર્મચારીઓએ મંગળવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સમાન વેતન અને તેમના રાજ્ય ક્ષેત્રના સમકક્ષોની સમાન પગાર ધોરણની ગોઠવણની માંગ સાથે હડતાળ શરૂ કરી હતી. એમએસઆરટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૧ ટ્રેડ યુનિયનોની કાર્યકારી સમિતિ દ્વારા બોલાવવામાં આવેલી હડતાળને કારણે, નિગમના કુલ ૨૫૧ બસ ડેપોમાંથી, ૯૬ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા અને ૮૨ બસ ડેપો આંશિક રીતે બંધ રહ્યા હતા, જ્યારે બાકીના ૭૩ સંપૂર્ણ રીતે કાર્યરત હતા. છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં હડતાલ ઝડપથી વિસ્તરી રહી છે, જ્યાં આજે ૨૬ અને ૩૨ ડેપો સંપૂર્ણપણે બંધ છે, જાકે, મુંબઈ-પુણે પ્રીમિયમ ઇ-શિવનેરી બસ સેવાને અસર થઈ નથી.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવરોની નિમણૂક કરવાની યોજના બનાવી રહ્યું છે અને આ અંતર્ગત એજન્સીઓ પાસેથી લાયક ડ્રાઇવરોની નિમણૂક કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે સાંજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે સ્જીઇ્ઝ્ર ટ્રેડ યુનિયનના નેતાઓ સાથે આ મુદ્દાના ઉકેલ માટે બેઠક બોલાવી છે.
હડતાળના કારણે રાજ્યભરના મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમિત સેવાઓ ઉપરાંત, ગણેશ ઉત્સવ માટે વિશેષ બસોના સંચાલનને પણ અસર થઈ છે. અહીં ૭ સપ્ટેમ્બરથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
વિવિધ જૂથો દ્વારા બુક કરાયેલી ૪,૩૦૦ સેવાઓ સહિત કુલ પાંચ હજાર વધારાની ‘ફેÂસ્ટવલ સ્પેશિયલ બસો’ ૩ અને ૭ સપ્ટેમ્બરની વચ્ચે મુંબઈ, થાણે અને પાલઘર વિભાગોમાંથી ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આવી એક હજારથી વધુ બસો બુધવારે કોંકણ જવા રવાના થવાની હતી.
એમએસઆરટીસી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ઔદ્યોગિક અદાલતે હડતાલને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓને કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્પોરેશને સ્થાનિક સત્તાવાળાઓને ફરજ માટે જાણ કરવા માંગતા કર્મચારીઓના કામમાં અવરોધ ઉભો કરનાર વ્યÂક્તઓ સામે એફઆઈઆર નોંધવા અને આવી ઘટનાઓનું વિડિયો રેકોર્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે.