મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. દરમિયાન શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે વિપક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે ચુંટણી પંચના નિરીક્ષકો દ્વારા અમારા સામાનની તપાસ કરવામાં આવી રહી છે. શું તેઓ એકનાથ શિંદે, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી , અમિત શાહના હેલિકોપ્ટર, કાર પણ તપાસી રહ્યા છે , ત્યાં શું છે? આ સિવાય તેમણે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે.
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, “શું ચૂંટણી પંચના નિરીક્ષકો એ જોવા માટે સક્ષમ નથી કે મહારાષ્ટ્રમાં પૈસા કેવી રીતે વહેંચવામાં આવે છે? અમે તેમને વારંવાર આ વિશે જાણ કરી રહ્યા છીએ.
આ પહેલા સંજય રાઉતે પણ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સર્વેના પરિણામો પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “તમારે આ ચૂંટણી સર્વેક્ષણો પર વિશ્વાસ ન કરવો જાઈએ. આવો જ એક સર્વે લોકસભા ચૂંટણીમાં પણ આવ્યો હતો . ત્યારે પીએમ મોદીએ ૪૦૦ને પાર કરવાની વાત કરી હતી. ચૂંટણીમાં સ્ફછ ૧૬૦-૧૭૦ બેઠકો જીતશે.
દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે દાવો કર્યો હતો કે ૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન ૧૭૫ બેઠકો જીતશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડાએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ બારામતી બેઠક પરથી એક લાખથી વધુ મતોના માર્જિનથી જીતશે. અજિત પવાર તેમના ભત્રીજા અને શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી (શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર યુગેન્દ્ર પવાર સામે સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી ૧૯૯૧થી આ બેઠક પરથી ધારાસભ્ય છે.
Home રસધાર રાજકીય રસધાર મહારાષ્ટ્રની ચૂંટણીમાં પૈસાની વહેંચણી થઈ રહી છે, સંજય રાઉતે મહાયુતિ પર ગંભીર...