મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારના અંબિકાનગરમાં એક પરિવારના ૯ લોકોની શંકાસ્પદ સ્થિતિતિમાં લાશ મળી છે. આ લાશ બે સગા ભાઈઓના પરિવારના સભ્યોની છે. આ બે ભાઈઓના પરિવારે એક સાથે ઝેર ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.
પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે અંબિકાનગરમાં એક પરિવારના ૯ સભ્યોના ઝેર ખાવાથી મોત થયા છે. માણિક વનમોર અને પોપટ વનમોર નામના બે ભાઈઓએ પોતાના પરિવારના સભ્યો સાથે આપઘાત કરી લીધો છે. મૃત્યુ પામનારમાં માતા, પત્ની અને બાળકો સામેલ છે. સોમવારે સવારે મૃતદેહ મળ્યા બાદ ઘટનાની માહિતી મળી હતી. આ સ્થળ પર પોલીસની ટીમ હાજર છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ મૃતક પરિવારના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા.
જાણકારી પ્રમાણે તમામ લોકોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું કે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો, ત્યારબાદ આ પગલું ભર્યું છે. ઘટનાને લઈને પોલીસ અધિકારી દીક્ષિત ગેદામે કહ્યુ કે, ત્રણ મૃતદેહ એક જગ્યાએ મળ્યા, જ્યારે છ ઘરમાં અલગ-અલગ જગ્યાઓ પર મળ્યા છે.
તે પૂછવા પર કે શું આ આત્મહત્યા છે? તેના પર અધિકારીએ કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે મોતના કારણોની તપાસ કરી રહી છે. એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે, આ આપઘાતનો મામલો લાગી રહ્યો છે. અધિકારીએ દાવો કર્યો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સામે આવી જશે. અધિકારીએ તે પણ કહ્યું કે, આશંકા છે કે પરિવારના સભ્યોએ ઝેર પીને પોતાનો જીવ આપી દીધો છે.
સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામનારમાં ડો. માણિક યેલપ્પા વનમોર, અક્કતાઈ વનમોર (માતા), રેખા માણિક વનમોર (પત્ની), પ્રતિમા વનમોર (પુત્રી), આદિત્ય વનમોર (પુત્ર), અને પોપટ યેલપ્પા વનમોર (શિક્ષક), અર્ચના વનમોર (પત્ની), સંગીતા વનમોર (પુત્રી), શુભમ વનમોર (પુત્ર) સામેલ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જેને પણ માહિતી મળી તે લોકો ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા