રાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. એકનાથ શિંદે જૂથ પોતાની સાથે મોટાભાગના ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યું છે તો ઉદ્ધવ ઠાકરે શિવસેના અને સરકાર બચાવવાની કલાયતમાં લાગેલા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય જંગમાં રાજ ઠાકરેની એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે ફોન પર બે વખત વાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે બંને નેતા વચ્ચે મહારાષ્ટ્રના રાજકીય સંકટને લઈને વાત થઈ છે.
મનસેના એક નેતાએ પુષ્ટિ કરતા જણાવ્યુ કે એકનાથ  રવિયા શિંદેએ મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે વાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી છે. નોંધનીય છે કે શિંદે જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કરી રહ્યું છે. તેમનો દાવો છે કે શિવસેનાનું સમર્થન કરનાર ધારાસભ્યોનો આંકડો ૫૦ને પાર થઈ જશે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે દાવો કર્યો કે અમે ત્રણ કે ચાર દિવસમાં એક નિર્ણય પર પહોંચીશું અને ત્યારબાદ અમે સીધા મહારાષ્ટ્ર જશું. કેસરકરે કહ્યુ કે વધુ એક-બે ધારાસભ્યો અમારા સમર્થનમાં આવી રહ્યાં છે. ત્યારબાદ અપક્ષ ઉમેદવારોની સાથે અમારા જૂથનું સમર્થન કરનાર ધારાસભ્યોની સંખ્યા ૫૦ને પાર થઈ જશે.