મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમયે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને રાજ્યનું રાજકારણ પહેલેથી જ ખૂબ ગરમ થઈ ગયું છે, જ્યારે મંગળવારે, આવકવેરા વિભાગે રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારની લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગે અજિત પવારના નરીમાન પોઈન્ટ, મુંબઈમાં નિર્મલ ટાવર, ૧ સુગર ફેક્ટરી, દક્ષિણ દિલ્હીમાં એક ફ્લેટ અને ગોવામાં તેમની સંપત્તિ જપ્ત કરી છે. વિભાગે બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. આ સિવાય વિભાગના અધિકારીઓએ અજિત પવારની બહેનોના ઘર અને તેમની કંપનીઓ પર દરોડા પાડ્યા છે.
રિપોર્ટ્‌સ અનુસાર, કરચોરીના મામલામાં અજિત પવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. એ યાદ રહે કે ગત મહિને પણ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પવારની બહેનોના ઘરની સર્ચ કરવામાં આવી હતી. તે સમયે અજિત પવારે કહ્યું હતું કે તેઓ નિયમિત રીતે ટેક્સ ભરે છે. અજિત પવારે કહ્યું છે કે, “અમે દર વર્ષે ટેક્સ ચૂકવીએ છીએ. હું નાણાપ્રધાન છું ત્યારથી હું નાણાકીય અનુશાસનથી વાકેફ છું. મારી સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓએ સમયસર ટેક્સ ચૂકવ્યો છે.”
તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતા અજિત પવારે કહ્યું કે, “હું પરેશાન છું કારણ કે મારી બહેનો જેમના ૩૫ થી ૪૦ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જા અજિત પવારના સંબંધીઓ તરીકે દરોડા પાડવામાં આવે છે, જા હા, તો લોકોએ તેના વિશે વિચારવું જાઈએ. ..જે રીતે એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,”