મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટ કાઉન્સીલે હિન્દુ સમાજને એક કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. હવે રાજ્યના તમામ મંદિરોમાં એક દિવસ સામૂહિક આરતી કરવામાં આવશે. અઠવાડિયામાં એક દિવસ નક્કી કરવામાં આવશે કે જેના પર રાજ્યના તમામ મંદિરોમાં આરતી થશે. શિરડીમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટ કાઉન્સીલની ત્રીજી રાજ્યવ્યાપી બેઠક દરમિયાન, કાઉન્સીલમાં સામૂહિક આરતી કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્રના ૭૫૦ મુખ્ય મંદિરોના ૧ હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્યના તમામ મંદિરોમાં ટૂંક સમયમાં સામૂહિક આરતી શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં હિંદુ સમાજને એક કરવા, હિંદુ મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા સહિત અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
શિરડીમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો અમલ આવતા સપ્તાહથી જાવા મળી શકે છે. મંદિરના વિવિધ મેનેજમેન્ટના ટ્રસ્ટીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ દર અઠવાડિયે સામૂહિક આરતી કરે. શિરડી ટ્રસ્ટના મંદિરના ટ્રસ્ટીઓએ રાજ્ય સરકાર પાસે પચાવી પાડવામાં આવેલી મંદિરની જમીન અંગે કાયદો ઘડવાની માંગ કરી છે. પચાવી પાડવામાં આવેલી મંદિરની જમીનમાં વકફ બોર્ડની મિલકતનો પણ સમાવેશ થાય છે.
એક ફાઉન્ડેશને ગાયોના કલ્યાણ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ક્યૂઆર કોડ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સક્ષમ પેન્ડન્ટ બનાવ્યા છે. ‘ગૌ રક્ષા કવચ’ પેન્ડન્ટ ઈમેલ અથવા એસએમએસ દ્વારા ગાયને રસીકરણની તારીખ યાદ અપાવશે. જ્યારે સ્કેન કરવામાં આવે છે, ત્યારે કોડ સ્થળ પર ગાયનો તબીબી ઇતિહાસ પણ લાવશે. આ પેન્ડન્ટમાં પ્રકાશ પરાવર્તિત કોલર છે જે રખડતી ગાયોને માર્ગ અકસ્માતોથી બચાવશે. આ પહેલ બુધવારે ‘રિડલાન એઆઈ ફાઉન્ડેશન’ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજને બુધવારે પેન્ડન્ટ લોન્ચ કર્યું.