મહારાષ્ટ વિધાનસભા ચૂંટણીમાં ૪,૧૩૬ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ
(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૦
મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યોની વિધાનસભા માટે આજે સવારે સાત વાગ્યાથી સખ્ત સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું સવારે મતદાન ધીમી ગતીએ ચાલુ થયું હતું પરંતુ બપોરે મતદાનની ટકાવારીમાં વધારો થયો હતાં,મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ફિલ્મ સ્ટાર ક્રિકેટરો સહિતની હસ્તીઓએ મતદાન કર્યું હતું.મહારાષ્ટ્રમાં એકદરે ૫૫ ટકા જેટલું મતદાન થયું હતું. કેટલાક સ્થળોએ સામાન્ય ઝપાઝપીને બાદ કરતા કોઇ મોટો અપ્રિય બનાવ બન્યો ન હતો હવે બધાની નજર ૨૩ નવેમ્બર પર રહેશે આ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. શાસક ‘મહાયુતિ’ ગઠબંધન આ ચૂંટણીમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી સત્તામાં ભવ્ય વાપસીની આશા રાખી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ખાસ કરીને ‘બનટેંગે તો કટંગે’ અને ‘એક હૈ તો સલામત હૈ’ જેવા નારા લગાવ્યા હતા. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે મહાયુતિ આ સૂત્રો દ્વારા મતદારોને ધાર્મિક આધાર પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી માટે મુંબઈમાં અભિનેતા સલમાન ખાન,પ્રખ્યાત લેખક સલીમ ખાન ,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી, આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા,અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા,અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ મતદાન કર્યું હતું મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં બપોરે ૧ વાગ્યા સુધી ૩૨.૧૮ ટકા મતદાન નોંધાયું હતું.મહારાષ્ટના નાયબ મુખ્ય પ્રધાન અને નાગપુર દક્ષિણ-પશ્ચિમના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસે મતદાન કર્યા પછી કહ્યું, ‘લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. મેં મહારાષ્ટમાં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે. હું મહારાષ્ટના મારા તમામ ભાઈઓ અને બહેનોને, ખાસ કરીને અમારી છોકરી બહેનોને અપીલ કરું છું કે તેઓ મોટા પાયે મતદાન કરે કારણ કે મતદાન એ આપણો અધિકાર જ નહીં પણ આપણી ફરજ પણ છે. લોકશાહીમાં આપણે સરકારને ચૂંટીએ છીએ અને આપણે જે વ્યક્ત ચૂંટીએ છીએ તેની પાસેથી આપણે એવી જ અપેક્ષા રાખીએ છીએ. જા આપણને સરકાર પાસેથી અપેક્ષાઓ હોય તો મતદાન કરવું ખૂબ જ જરૂરી છે.શિવસેનાના ઉમેદવાર મિલિંદ દેવરાએ મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું. તેમની મુખ્ય સ્પર્ધા શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે સાથે હતાં મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા ક્ષેત્રના એનસીપીના ઉમેદવાર અજિત પવારે પોતાનો મત આપ્યા પછી કહ્યું, ‘લોકસભાની ચૂંટણી દરમિયાન પણ અમારા જ પરિવારના બે લોકો એકબીજાની સામે ઊભા હતા. એ ચૂંટણી બધાએ જાઈ છે. આ વખતે પણ એવું જ થયું છે. મને વિશ્વાસ છે કે બારામતીની જનતા મને વિજય અપાવશે. આરએસએસના વડા મોહન ભાગવતે મહારાષ્ટના નાગપુરમાં કહ્યું, ‘લોકશાહીમાં મતદાન એ નાગરિકની ફરજ છે. દરેક નાગરિકે આ ફરજ બજાવવી જાઈએ. હું ઉત્તરાખંડમાં હતો, પરંતુ ગઈકાલે રાત્રે હું અહીં મારો મત આપવા આવ્યો હતો. દરેકે મતદાન કરવું જાઈએ.
ભાજપના વરિષ્ઠ નેતા ગડકરીએ તેમના પરિવારના સભ્યો સાથે મહેલ વિસ્તારના ટાઉન હોલમાં પોતાનો મત આપ્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ‘ડબલ એÂન્જન’ સરકાર (કેન્દ્ર અને રાજ્યમાં બીજેપીની આગેવાની હેઠળ) જાળવી રાખશે. મહારાષ્ટÙમાં સત્તા મતદાનના મહત્વ પર ભાર મૂકતા, તેમણે તેને લોકશાહીનો પાયો ગણાવ્યો. બીજી તરફ મહારાષ્ટÙના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ નાગપુરમાં પોતાનો મત આપ્યો હતો અને મતદારોને ખાસ કરીને મહિલાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.મહારાષ્ટના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ નાગપુરમાં પોતાનો મત આપ્યો અને મતદારો, ખાસ કરીને મહિલાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે હું મારી પ્રિય બહેનોને મતદાન કરવાની અપીલ કરું છું. લોકશાહીમાં તમને સરકાર પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે. જે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે છે તેઓ તેમની માંગણીઓ પર આગ્રહ રાખવાના વધુ અધિકારો ધરાવે છે. ફડણવીસે મતદાનની ટકાવારીમાં વધારો થવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં મતદાન મથકોમાં થયેલા સુધારા પર પ્રકાશ પાડ્યો હતો.મહારાષ્ટÙ વિધાનસભા ચૂંટણીમાં ૪,૧૩૬ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયુંજયારે ઝારખંડમાં બીજા તબક્કામાં ૩૮ બેઠકો માટે મતદાન થયું હતું બીજા તબક્કામાં સરેરાશ ૫૬ ટકા જેટલું મતદાન થયું છે.મતદારોએ નકસલીઓનો ભય રાખ્યા વિના ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતું બીજા તબક્કામાં ં બાબુલાલ મરાંડી, કલ્પના સોરેન, હેમંત સોરેનના ભાવિનો નિર્ણય મતદારોએ કરી લીધો છે ભાજપ-ઝારખંડના પ્રમુખ બાબુલાલ મરાંડીએ જણાવ્યું હતું કે, “ઝારખંડમાં લોકોનો મૂડ હેમંત સોરેનની આગેવાની હેઠળની જેએમએમ સરકારને બદલવાનો છે ઝારખંડમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને ૧૪,૨૧૮ મતદાન મથકો પર મતદાન હાથ ધરાયું હતુંપહેલા પ્રથમ તબક્કા માટે ૧૩ નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર થશે.વાસ્તવમાં ઝારખંડ મુક્ત મોરચા, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સ્પર્ધા છે. અહીં ઘણી બેઠકો પર મહાવિકાસ અઘાડી અને એનડીએના ઘટક પક્ષો વચ્ચે નજીકનો મુકાબલો થઈ શકે છે.