અકસ્માત બાદ તે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં હાજર લોકોએ તેને રોક્યો, પોલીસને સોંપતા પહેલાં તેને ખૂબ માર માર્યો
મહારાષ્ટના પુણેમાં ૧૮ મે ના રાત્રે કલ્યાણી નગર વિસ્તારમાં એક ઝડપી પોર્શ કારે બાઇકને પાછળથી જારથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઇક ચાલકે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને તે કેટલાય મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતાં. આરોપીઓ સામે IPC ની અનેક કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપીએ કહ્યું કે, આરોપીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પુણે પોલીસને સવારે લગભગ ૩ વાગે આ ઘટનાની માહિતી મળી હતી. ફોન કરનારે પોલીસને પુણે બુલર પબ પાસે રોડ અકસ્માતની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે, પુણે શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે અગાઉ ગાઈડલાઈન્સ જાહેર કરીને કહ્યું હતું કે, તમામ બાર, પબ, રેસ્ટોરન્ટ અને રૂફટોપ હોટેલ્સ રાત્રે ૧ વાગ્યા પછી બંધ થઈ જશે.