મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વિપક્ષી પક્ષો પર પ્રહારો કર્યા અને કહ્યું કે મહાયુતિ સરકારના ત્રણેય પક્ષો દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં કોઈ પણ સ્પીડબ્રેકર મૂકી શકે નહીં. શરદ પવાર જૂથના એનસીપી અને તેમના ભત્રીજા અજિત પવાર જૂથના એનસીપીમાં જાડાવાની અટકળો સંબંધિત પ્રશ્ન પર, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી વિકાસ એક્સપ્રેસ શરૂ થઈ ગઈ છે. આમાં કોઈ સ્પીડ બ્રેકર લાવી શકશે નહીં. જા તેઓ (વિરોધ) બૂસ્ટર આપવા માંગતા હોય, તો તે અલગ બાબત છે. અહીં સ્પીડ બ્રેકર્સ માટે કોઈ જગ્યા નથી.
કાશીગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કાશીગાંવ-દહિસર મેટ્રો લાઇન ટેકનિકલ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેનાથી પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકની ભીડ ઓછી થશે અને મુસાફરોને ખૂબ જ જરૂરી રાહત મળશે. શહેરી પરિવહન માટે મેટ્રો રેલને શ્રેષ્ઠ માધ્યમ ગણાવતા, સીએમ ફડણવીસે કહ્યું કે અમે અગાઉ અંધેરી સુધી કેટલીક લાઇનો શરૂ કરી છે અને આ તબક્કાના પ્રારંભથી મુસાફરોને મોટી રાહત મળશે.
તેમણે એનએસ બોઝ મેદાનથી બાંદ્રા સુધીના પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર સીમલેસ કનેÂક્ટવિટી પ્રાપ્ત કરવાના ધ્યેય પર ભાર મૂક્યો, જેના પર વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટની સારી વાત એ છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પહેલીવાર આ તબક્કામાં ડબલ-ડેકર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે. મીરા ભાઈંદર જેવા વિસ્તારોની ભીડ ઓછી કરવા માટે આ ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે.
મુખ્યમંત્રીએ વધુ વિસ્તરણ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા આપી અને કહ્યું કે ટૂંક સમયમાં વિરાર સુધી મેટ્રો દ્વારા મુસાફરી શક્ય બનશે. તેમણે વિવિધ મેટ્રો રેલ લાઇનોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો જેથી લોકો આ માધ્યમ દ્વારા સંપૂર્ણ ઉકેલો મેળવી શકે. આ પ્રોજેક્ટ શરૂ કરવા બદલ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રશંસા કરતા, મુખ્યમંત્રીએ કામની ગતિ ઝડપી બનાવવાની પ્રતિજ્ઞા લીધી.
તેમણે કહ્યું કે હવેથી અમે વધારાની ગતિ સાથે કામ કરીશું. આ વર્ષે ૫૦ કિમી અને આવતા વર્ષે ૬૨ કિમી – અમે આવા તબક્કામાં કામ કરવાનું નક્કી કર્યું છે.” તેમણે કહ્યું કે તેમની સરકાર ૨૦૧૫ થી શરૂ થયેલા મેટ્રો નેટવર્કના કામોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે જે મુખ્ય નેટવર્ક શરૂ કર્યું છે તે ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ અમારું લક્ષ્ય છે, જેનો મુંબઈ અને એમએમઆરના લોકોને મુસાફરી માટે સૌથી વધુ ફાયદો થશે, એમ તેમણે જણાવ્યું હતું.