વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થતિમાં તરભ ગામે વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ – સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
આજે મહેસાણાના તરભ ખાતે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવજીનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઇ ચૂકયું છે. આ સમારોહમાં ૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકત્ર થયા છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ ૧૦૧ ફુટ, લંબાઈ ૨૬૫ ફુટ અને પહોળાઈ ૧૬૫ ફુટ છે. આ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા બારેક વર્ષથી થઈ રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમળત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે.
વર્તમાન યુગમાં બંસી પહાડ અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહ્યંી છે. આ શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમ્મર લગાવવામાં આવ્યું. આ ઝૂમ્મરનું વજન ૪૦૦ કિલોથી વધુ છે અને તે ૧૮ ફૂટ જેટલું લાંબુ છે. તેમાં ૨ લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. મંદિરના ગર્ભગળહમાં વિશેષ ૧૨ જ્યોર્તિલિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા. મોટી હસ્તીઓના આગમનને લઇ વાળીનાથ મંદિરમાં વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન માટેનો વિશાળ સભા મંડપ પણ તૈયાર હતો. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે, લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે.
કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ, ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે ૪૦૦ સરકારી બસો અને ૧૦૦ ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા આજે સંપન્ન થયેલ છે. નરેન્દ્રભાઈની ઉપસ્?થિતિને કારણે અહીં જબરજસ્ત ઉત્સાહનો માહોલ પ્રવર્તે છે.