રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે. રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૭૭૬ જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ ૨૦૨૫ ના ફક્ત ૮ મહિનામાં ૯૫ જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.રાજ્યમાં ટી.પી. એક્ટની તમામ જાગવાઇઓ અને નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં ટી.પી. સ્કીમની અમલવારીના વિલંબ થવાના ટેકનીકલ કારણો, કોર્ટ મેટર હોઇ શકે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટી.પી. સ્કીમ સમયમર્યાદામાં જ પુર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જેમાં મહદ્અંશે સફળતા પણ મળી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.હાલ રાજ્યમાં ૫૦૬ જેટલી નવી નગર રચના યોજના (ટી.પી,) બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કાયદાકીય જાગવાઇ અનુસાર સમયમર્યાદામાં આખરી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ જણાવ્યુ હતુ.










































