બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગેનો મડાગાંઠ આખરે સમાપ્ત થઈ ગયો છે. મુકેશ સાહનીના નેતૃત્વ હેઠળના વીઆઇપીને ગઠબંધનમાં ૧૫ વિધાનસભા બેઠકો આપવામાં આવી છે. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા દળે વીઆઇપીને એક રાજ્યસભા બેઠક અને બે વિધાનસભા પરિષદ બેઠકો આપીને વળતરની ખાતરી આપી છે.
સીટ-વહેંચણી કરાર થયા પછી તરત જ,વીઆઇપીએ ગઈકાલે મોડી રાત્રે બે બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી. પાર્ટીના વડા મુકેશ સાહની પોતે દરભંગા જિલ્લાની ગૌડા બૌરમ બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે વીઆઇપી પ્રદેશ પ્રમુખ બાલ ગોવિંદ બિંદ ભાબુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. બંને ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોધાવી છે
મુકેશ સાહનીના વધુ બેઠકોના આગ્રહને કારણે મહાગઠબંધન બેઠક વહેંચણી ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપી શક્્યું નહીં. સાહનીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જે પાછળથી ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. અંતે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલામાં મધ્યસ્થી કરી અને મુકેશ સાહની સાથે ફોન પર વાત કરી, જેના કારણે સર્વસંમતિ બની. બેઠકો નક્કી થયા પછી,વીઆઇપીના નેતા મુકેશ સાહનીએ શુક્રવારે સવારે તેમના અન્ય ઉમેદવારોને પ્રતીક સોંપી દીધા.મુકેશ સાહની ગૌડા બૌરામ મતવિસ્તારમાંથી પોતાનું નામાંકન દાખલ કરશે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. ૨૦૨૦ માં,વીઆઇપીએ આ બેઠક જીતી હતી, પરંતુ તેના ધારાસભ્ય, સ્વર્ણ સિંહ પાછળથી ભાજપમાં જાડાયા. આ વખતે, ભાજપે સ્વર્ણ સિંહની ટિકિટ કાપીને સુજીત કુમાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે.







































