વિપક્ષના નેતા તેજસ્વી યાદવે આજે  મહાગઠબંધનનો ઢંઢેરો બહાર પાડયો છે  તેમણે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો બિહારને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે એક વિઝન દસ્તાવેજ હશે. તેજસ્વી યાદવે કહ્યું કે રાજ્યના વિકાસ માટે અમારી પાસે એક વિઝન અને રોડમેપ છે. અમે બિહારને નંબર વન રાજ્ય બનાવવાનો સંકલ્પ લીધો છે. તેજસ્વીએ મહાગઠબંધનના મેનિફેસ્ટોને તેજસ્વી પ્રાણ પત્ર નામ આપ્યું છે.

રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે એનડીએ પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તેમણે હજુ સુધી તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી નથી. મહાગઠબંધન પહેલાથી જ તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ચૂક્યું છે. આજે, અમે “તેજસ્વી પ્રાણ પત્ર” બહાર પાડી રહ્યા છીએ, જે દર્શાવે છે કે અમે આગામી પાંચ વર્ષમાં બિહારને કેવી રીતે આગળ લઈ જઈશું. અમે ઈચ્છીએ છીએ કે એનડીએ પણ તેના મુખ્યમંત્રીનું નામ આપે. તેમની યોજનાઓ શું છે? તેમનું વિઝન શું છે? તેઓ બિહારને કેવી રીતે આગળ લઈ જશે? અમે એક રોડમેપ, એક વિઝન આપ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે અમે બિહારને નંબર વન બનાવીશું. પરંતુ તેઓ ફક્ત નકારાત્મક બોલે છે અને અમારા નેતાઓ પર આરોપ લગાવે છે.

તેજશ્વી યાદવે એવો પણ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર માટે કોઈ નક્કર કામ કર્યું નથી. જ્યારે પણ પ્રધાનમંત્રી બિહારની મુલાકાત લે છે, ત્યારે તેઓ વિપક્ષી નેતાઓને ગાળો આપે છે અને નકારાત્મક રાજકારણને પ્રોત્સાહન આપે છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે દાવો કર્યો કે આ વખતે લોકોએ બિહારમાં પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે. તેજસ્વીએ કહ્યું કે દ્ગડ્ઢછએ ન તો તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે કે ન તો કોઈ જાહેરનામું બહાર પાડ્યું છે. તેઓ ફક્ત અમારી જાહેરાતોની નકલ કરે છે.આગામી વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. મહાગઠબંધનના મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરાયેલા તેજસ્વી યાદવે તમામ ઘટક પક્ષોના મુખ્ય નેતાઓ સાથે મળીને આ પત્ર બહાર પાડ્યો. તેને ‘તેજસ્વીનો પ્રતિજ્ઞા પત્ર’ પણ કહેવામાં આવ્યું છે.વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ૧૪ નવેમ્બરે સત્તામાં આવનારી સરકાર બિહારમાં તમારા બધા માટે રોજગારની તકો પૂરી પાડશે. અમે આજે છઠી મૈયાને પ્રાર્થના અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે બિહારની કોઈપણ દીકરી કે દીકરાને તેમના પિતા કે માતાને છોડવાની ફરજ ન પડે. અમે બિહારની ભૂમિને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું! તેજશ્વી યાદવે કહ્યું કે જે લોકો બિહારથી આજીવિકા માટે સ્થળાંતર કરીને આવ્યા હતા, તેઓ છઠ દરમિયાન કેવી રીતે પાછા ફર્યા તે તમે જાયું હશે. તેજસ્વીએ કહ્યું કે તેમને જાઈને  હૃદયદ્રાવક થયું. તેમણે વધુમાં કહ્યું કે રેલ્વે મંત્રીએ ૧૨,૦૦૦ ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તમે જાયું કે આપણા ભાઈ-બહેનો ટ્રેનોથી ભરેલા કેવી રીતે આવ્યા. તેમણે પૂછ્યું કે ખાસ ટ્રેનો ક્્યાં છે અને કહ્યું કે આ લોકોએ બિહારના લોકોને છેતર્યા છે.જ્યારે મીડિયાએ તેજસ્વીને પૂછ્યું કે બિહાર પછી, ભાજપ હવે અન્ય રાજ્યોમાં પણ એસઆઇઆર કરવા જઈ રહી છે, ત્યારે તેમણે કહ્યું, “આ કરવું પડ્યું હતું, તેઓએ આ પહેલેથી જ કહ્યું હતું.” એ નોંધવું જાઈએ કે બિહાર પછી, કમિશન હવે દેશભરના ૧૨ રાજ્યોમાં એસઆઇઆર ચલાવવાની યોજના બનાવી રહ્યું છે.બિહાર ચૂંટણીમાં એસઆઇઆર એક મુખ્ય મુદ્દો રહ્યો છે. વિપક્ષે આ અંગે ભાજપ પર અનેક આરોપો લગાવ્યા છે. દરમિયાન પારસા, સારણમાં એક ચૂંટણી રેલી દરમિયાન, આરજેડી નેતા તેજસ્વી યાદવે એક મોટી જાહેરાત કરી. તેજસ્વી યાદવે કહ્યું કે જા બિહારમાં મહાગઠબંધન સરકાર બનશે, તો તાડીને દારૂબંધી કાયદામાંથી મૂકતી આપવામાં આવશે.આ પહેલાં, તેજસ્વી યાદવે માંઝી વિધાનસભા મતવિસ્તારના નરપાલિયા સ્પોર્ટ્‌સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહાગઠબંધનના એક દિવસીય કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. સભાને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે જા મહાગઠબંધન સરકાર બનાવે છે, તો બિહારમાં દરેક પરિવારના એક સભ્યને રોજગાર આપવાનું વચન પૂર્ણ કરવામાં આવશે. નીતિશ કુમાર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજ્યમાં લૂંટ, હત્યા અને ભ્રષ્ટાચાર બેફામ છે.બિહારમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં ૬ અને ૧૧ નવેમ્બરે મતદાન યોજાવાનું છે અને પરિણામો ૧૪ નવેમ્બરે જાહેર કરવામાં આવશે.હાલમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો છે.એનડીએ ગઠબંધન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર,કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ,અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પ્રચાર કરી રહ્યાં છે જયારે રાજદનો પ્રચાર તેજસ્વી યાદવ કરે છે