અમદાવાદ નગર વસાવનાર અહમદશાનો પૌત્ર મહમદશાહ ૧૪ વર્ષની ઉમરે સુલતાન થયેલો. તેની ઉંમર બહુ નાની જાઇને અમીરોએ બંડ કર્યું. પણ મહમદશાહે જાતે ખુલ્લી તલવારે હુમલો કરી તલવારની એક ધારે બંડ સમાવી દીધેલુ પછી એણે જૂનાગઢનું રાજ્ય જીતી લઇ ખાલસા કર્યું હતું. અને તેના રાજા માંડલીકને હરાવેલો અને મુસલમાન થવા કહેલું.
ઇ.સ.૧૪૮રમાં એણે પાવાગઢ ઉપર હલ્લો બોલાવેલો અને ચડાઇ કરેલી તે કિલ્લો પણ જીતીને કબજે કરેલો અને ત્યાંના રાજા પતઇ રાવળ તેને પણ મુસલમાન થવા કહેલું સાથે દિવાનનેય કહ્યું હતું.
અને એક ચાંપાનેરનો મોટો કોટ બંધાવી તેનું નામ મહમદાનગર પાડયું હતું. મહમદશાહ ગુજરાતના અજીત લેખાતા હતાં એ બે ગઢ જૂનાગઢ અને પાવાગઢ જીત્યા તેથી એનું નામ સરે ઉપનામ બે ગઢ બેગડો પડેલું.
એ ભીમસેન માફક તેનો ખોરાક પણ જાજા હતો. તેમજ ગમે તેવું કાતિલ ઝેર પણ એ પચાવી જતો. એક દિવસ સાંજના સમયે તે ફરવા નીકળ્યો હતો. વહેતી વાત્રક નદીના કાંઠે આવ્યો. ત્યાં સૂર્ય આથમી રહ્યો હતો. પંખી મધુર અવાજે કુંજી રહ્યાં હતાં. ગૌધણ સીમમાંથી પરત ફરી રહ્યાં હતાં. પ્રકૃતિનું દ્રશ્ય જાઇને મહેમદાબાદ શહેર વસાવીને વાત્રકનાં કાંઠે પોતાના માટે મહેલ બનાવેલો. તેના ખંડેરનાં અવશેષો આજે પણ રેલગાડીમાં દેખાતા હતાં. મહેમદાવાદનો ભમરીયો કુવો પણ તેણે બનાવરાવ્યો હતો. અનેક મસ્જિદો, પાઠશાળાઓ, મુસાફરખાનાઓ વગેરે તેણે બંધાવ્યા ને પ્રજાની સુખાકારી એ જાતો રહેતો.
તેના અમીરોએ મહમદ બેગડાનું અનુકરણ કરી અનેક ભવ્ય ઇમારતો બંધાવી હતી. તેમની હરીની વાવ, અડાજણની વાવ, દરિયાખાન ઘુંમટ, શાહ આલમનો રોજા વગેરે મુખ્ય લેખાતા હતાં.
તેના વખતમાં કેટલાક વેપારીઓ માલ લઇ ગુજરાતમાં આવતા. તેને રસ્તામાં શિરોહીની હદમાં લુંટારા લુંટી ગયા મહમદને જાણ થતાં તેણે માલની કિંમત ભરપાઇ કરી આપી હતી. અને શિરોહીના રાજા પાસેથી કિંમત વસુલ કરી હતી. વળી ફિરંગી લોકો તેના વખતમાં ગુજરાતના બંદરો જીતી લઇને ત્યાં વસવાટ કરવા ઇચ્છા રાખતા હતાં. પણ આ વાતની મહમદને ખબર મળતા તુરતજ લશ્કર મોકલી તેમને હરાવીને કાઢી મુકેલા, બળ, પરાક્રમ, ન્યાય, ઠાઠ વગેરેને કારણે હજી પણ મહમદ બેગડાને
સંભારાય છે.