ગોપાલગ્રામના આંગણે બલ્યા પરિવાર દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારી, બગસરા, ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ શ્રી શ્રી ૧૦૦૮ મહંત કણીરામબાપુ દુધરેજના આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે ભરતદાસબાપુ, સરપંચ હરેશભાઇ વાળા, બાલાભાઇ, મંડાણમામાના મહંત મહારાજ, ગૌતમભાઇ વાળા, હરેશભાઇ પ્રતાપભાઇ વાળા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.