રાજસ્થાનના અલવરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કોર્ટે મસ્જીદદમાં ૫ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર મૌલવીને આજીવન કેદની સજા ફટકારી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકી પર ક્રૂરતા એક જઘન્ય ગુનો છે. આ મામલે કોઈ પણ પ્રકારની ઉદારતા ન રાખી શકાય.આ મામલો અલવર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ખાસ સરકારી વકીલ પંકજ યાદવે જણાવ્યું હતું કે, “પીડિતાના પિતાએ એક રિપોર્ટ દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, મૌલવી અસજાદ તેની ૫ વર્ષની પુત્રીને કંઈક આપવાના બહાને મસ્જીદદમાં લઈ ગયો અને ત્યાં તેના પર ક્રૂર હુમલો કર્યો. જ્યારે છોકરીની માતા ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આરોપી ભાગી ગયો. પોલીસ તપાસમાં ઘટના સાચી હોવાનું જાણવા મળ્યું અને આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.”ખાસ સરકારી વકીલે જણાવ્યું હતું કે, “પ્રોસિક્્યુશન પક્ષે ૧૬ સાક્ષીઓ અને ૧૮ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. કોર્ટે પુરાવા, મેડિકલ રિપોર્ટ અને એફએસએલ પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવ્યા. સજા સંભળાવતા, ન્યાયાધીશે જણાવ્યું હતું કે ૫ વર્ષની માસૂમ બાળકી સામેની આ ક્રૂરતા એક જઘન્ય ગુનો હતો, જેના માટે કોઈ પણ પ્રકારની છૂટછાટની જરૂર નહોતી. કોર્ટે મૌલવી અસજાદને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. પીડિતાને વળતર માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ મોકલવામાં આવી છે.