બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પોતાના મંત્રિમંડળમાં ભાજપના સાથીઓના ધાર્મિક સ્થળો(મસ્જિદો)થી લાઉડસ્પીકર હટાવવાના મતને સમર્થ સમર્થન આપતા નથી નીતીશે આ મુદ્દા પર કહ્યું કે આવી માંગો ફાલતુ વાતો છે અને રાજયમાં આવી વાતોથી તે સહમત નથી તેમણે પોતાના મંત્રીમંડળ સાથીઓના નામ લીધા વિના કહ્યું કે જેને જે કહેવું હોય તે કહે નીતીશકુમાર પૂર્વ મુખ્યમંત્રી જીતીન રામ માંઝીના નિવાસ પર ઇફતાર બાદ પત્રકારોના સવાલનો જવાબ આપી રહ્યાં હતાં.જયારે શુક્રવારે જ તેમના મંત્રીમંડળમાં ખાણ મંત્રી જનક રામે એ માંગ દોહરાવી હતી કે મસ્જિદોથી લાઉડસ્પીકર હટાવવા જાઇએ આ પહેલા પણ અનેક ભાજપના સભ્યો જેમાં મંત્રી ધારાસભ્ય સામેલ છે જે આ માંગને સમર્થન કરી ચુકયા છે.
જા કે ભાજપના જ વરિષ્ઠ સભ્ય અને નીતીશ મંત્રીમંડળમાં ઉદ્યોગ મંત્રી શાહનવાજ હુસેનનું કહેવુ છે કે
લાઉડસ્પીકરને કોઇ ધર્મ સાથે જાડવાની જરૂરત નથી કારણ કે તેની ઇજાદ થતા પહેલા પણ લોકો પુજા અને અજાન બંન્ને કરતા હતાં.
ચોક્કસપણે નીતીશકુમારના નિવેદન બાદ જયાં એક તરફ ભાજપના ધ્રુવીકરણની રાજનીતિને આંચકો લાગ્યો છે ત્યાં લધુમતિ સમાજના લોકો રાહતનો શ્વાસ લેશે નીતીશે આ વખતે રમઝાનના મહીનામાં અડધા ડઝનથી વધુ ઇફતાર પાર્ટીમાં સામેલ થઇ એક સંદેશ પણ મોકલ્યો છે કે હાલ ભાજપના એજન્ડાથી તે ખુબ દુર છે આ વાત અલગ છે કે તેમના પોતાના જ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે ઇફતાર પાર્ટીમાં સાફો અને ટોપી બંન્ને પહેરવાથી દુર રહ્યાં
જયારે આ મુદ્દા પર નીતીશને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને હમ પાર્ટીના સંસ્થાપક જીતન રામ માંઝીનો સાથ મળ્યો જયાં તેજત્વીએ આ મુદ્દાને બેરોજગારીથી જાડતા કહ્યું કે જયાં પણ લાઉડસ્પીકર હટયા તે હાઇકોર્ટના આદેશથી હટયા પરંતુ શું તેના હટવાથી દેશમાં બેરોદગારીની સમસ્યા ઉકેલાઇ જશે જયારે માંઝીનું કહેવુ હતું કે લાઉડસ્પીકર અને ઘંટડી વગાડવાથી કંઇ થતુ નથી અને આ બધુ ફાલતુનો વિષય છે.