મધ્યપ્રદેશના શહડોલ જીલ્લામાં પોલીસ સ્ટેશનની દિવાલો પર કહેવાતી રીતે તમાકુ અને ગુટખા થુંકવાના આરોપમાં ચાર પોલીસ કર્મચારીઓને મેદાની ફરજમાંથી હટાવી દેવામાં આવ્યું છે.પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી હતી.શહડોલના પોલીસ અધિક્ષક(એસપી) અવધેશ ગોસ્વામીએ કહ્યું કે ગોહપરૂ પોલીસ સ્ટેશનમાં તહેનાત ઉપ નિરીક્ષક નંદકુમાર કુશવાહા,સહાયક ઉપ નિરીક્ષક દિનેશ દ્વિવેદી અને દેવેન્દ્ર સિંહ અને પ્રધાન આરક્ષક પ્યારેલાલ સિંહને મેદાની ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને લાઇન હાજીર કરવામાં આવ્યા છે.
એસપીએ કહ્યું કે તેઓ અચાનક નિરીક્ષણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં ત્યારે તેમણે પોલીસ પરિસરમાં દિવાલો પર થુંકના દાગ જાયા અધિકારીએ કહ્યું કે જયારે પોલીસ પ્રભારેથી અસ્વચ્છતાની બાબતમાં પુછવામાં આવ્યું તો તેમણે કેટલાક કર્મચારીઓને દિવાલો પર થુંકવાનું બંધ કરવા માટે કહ્યું હતું પરંતુ તેમણે પોતાની આદત બદલી ન હતી. આથી એસપી ગુસ્સે થઇ ગયા હતાં અને એસપીએ ચાર દોષિત પોલીસ કર્મચારીઓ પર અનુશાસતનાત્મક કાર્યવાહી તરીકે તેમને મેદાની ફરજમાંથી હટાવી દીધા હતાં.