(એ.આર.એલ),મુંબઇ,તા.૧૩
એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના ઘરે ખુશીઓ આવી છે. મસાબા માં બની ગઈ છે. મસાબાએ પતિ સત્યદીપ મિશ્રા સાથે સોશિયલ મીડિયા પર આની એનાઉન્સમેન્ટ કરી હતી. તેણે પોસ્ટમાં પોતાની દીકરીની ઝલક પણ બતાવી છે.મસાબા ગુપ્તા દીકરીની માતા બની મસાબાએ પોસ્ટ કરી અને લખ્યું- “૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ, અમે અમારી બેબી ગર્લનું વેલકમ કર્યું.” આ સાથે તેમણે દીકરીના પગની ઝલક પણ બતાવી.તમામ ફેન્સ અને સેલેબ્સ મસાબાને અભિનંદન આપી રહ્યા છે. મસાબાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.મસાબા ગુપ્તાએ તેની લાડલી દીકરીની પહેલી તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોમાં મસાબાનો હાથ દેખાઈ રહ્યો છે, જેણે તેની નાની રાજકુમારીના પગ પકડી લીધા છે. આ સુંદર તસવીર તમારું દિલ ચોરી જશે.એક્ટ્રેસ બિપાશા બાસુએ કમેન્ટ્સ કરતા લખ્યું- અભિનંદન. સ્મૃતિ ઈરાની, જેકલીન ફર્નાન્ડસ, સમીરા રેડ્ડી, હમ કુરેશી, વાણી કપૂર, સોનાલી બેન્દ્રે, મંદિરા બેદી, દિયા મિર્ઝા, શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા જેવા સ્ટાર્સે મસાબાને અભિનંદન પાઠવ્યા છે. મસાબા અને સત્યદીપની વાત કરીએ તો તેમના લગ્ન જાન્યુઆરી ૨૦૨૩માં થયા હતા. તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા. મસાબાના માતા-પિતા નીના ગુપ્તા અને વિવ રિચર્ડ્સ પણ આ લગ્નનો ભાગ હતા. મસાબાના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. આ પછી મસાબાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. મસાબાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતાં નીનાએ લખ્યું હતું- અમારા બાળકોનું બાળક આવવાનું છે. આનાથી વધુ ખુશી શું હોઈ શકે?તમને જણાવી દઈએ કે મસાબાના સત્યદીપ સાથે આ બીજા લગ્ન છે. અગાઉ તેણે નિર્માતા મધુમન્ટેના સાથે લગ્ન કર્યા હતા. સત્યદીપના પણ આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન અદિતિ રાવ હૈદરી સાથે થયા હતા. બંનેના પ્રથમ લગ્ન ટક્યા ન હતા.