કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે વપરાયેલા અપમાનજનક શબ્દોને પગલે રાજ્યભરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. ખડગેએ ગુજરાતીઓને ‘અશિક્ષિત’ અને ‘મૂર્ખ’ ગણાવતા તેની ગંભીર અસરો અમરેલીમાં પણ જોવા મળી હતી. ભાજપના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ આ નિવેદનને માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવોનું અપમાન ગણાવ્યું છે.
ખડગેની આ ટિપ્પણીના વિરોધમાં અમરેલીના રાજકમલ ચોક ખાતે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ મેહુલ ધોરાજીયા, દીપક વઘાસીયા, મનોજ મહીડા અને શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા અમરેલી ખાતે જીલ્લા ભાજપના આગેવાનો મેહુલ ધોરાજીયા, દીપક વઘાસીયા, મનોજ મહીડા, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી, પીન્ટુ કુરુંદલે, ક્રિશ્નાબેન મકવાણા, મહેશ જાવિયા, વિપુલ ભટ્ટી, દિવ્યેશ વેકરીયા, રાકેશ નાકરાણી, જીતુભાઈ ડેર, ભુપેન્દ્રભાઈ બસીયા,ભાવનાબેન ગોંડલિયા, હિંમતભાઈ દોંગા, અલ્કાબેન ગોંડલિયા, ચેતન ધાનાણી, સંદીપ સોલંકી, રોમિત કોટડીયા, શહેર ભાજપના પ્રમુખ વિજય ચોટલિયા આગેવાનો યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, એ.પી. બોરડ, સંદીપ માંગરોળીયા, ચિરાગ ચાવડા, તુલસીભાઈ મકવાણા,મૌલિક ઉપાધ્યાય, નાથુભાઈ ધાધલ, દિલાભાઈ વાળા, ખોડાભાઈ મેરિયા, મધુભાઈ હરખાણી, કાળુભાઈ વાળા, આશિષ અકબરી, ડેની પરમાર, પ્રવિણ ચાવડા, હિતેષ કલકાણી, ધર્મેશ વિસાવળીયા, પંકજ સોલંકી, ડાયાભાઇ, ભીખાભાઈ ભરવાડ, વિરજીભાઈ બોરીચા, જીગ્નેશ સાવલિયા, આરતીબેન અટારા, કોમલબેન રામાણી, રેખાબેન પરમાર, કાશ્મીરબેન વ્યાસ, પ્રવિણાબેન રાઠોડ, અનસુયાબેન શેઠ, ગીતાબેન, મજબૂતભાઈ, ચંદ્રેશ ખાણેસા, જીગ્નેશભાઈ દાફડા, ગૌરવ મહેતા સહીત અગ્રણીઓએ મૌન ધરણા કરી રોશ વ્યક્ત કર્યો હતો. ધરણા દરમિયાન “કોંગ્રેસ માફી માંગે”ના નારા સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા પાંખના આગેવાનો, વિવિધ સેલના હોદ્દેદારો અને શિક્ષણવિદોએ પણ જોડાઈને ખડગેની હલકી માનસિકતાની આકરી ટીકા કરી હતી.