મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન હેઠળના ચાંચ, ખેરા અને કથીવદર ગામના મીઠાના આગર વિસ્તારમાંથી બોરવેલ તથા વોશરી પ્લાન્ટના કેબલ વાયરની ચોરીનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.આ કેસમાં પોલીસે ૧૪૬૫ મીટર વાયર (કિંમત રૂ. ૫૫ હજાર)ની ચોરી મામલે કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે રાજુલાના છતડીયા ગામની મનીષાબેન દીલીપભાઈ ચુડાસમા (ઉં.વ. ૨૬) નામના મહિલા આરોપીને ઝડપી પાડી છે.આરોપી પાસેથી કેબલ સળગાવીને કાઢવામાં આવેલા રૂ. ૮,૮૦૦ ની કિંમતના ૮ કિલો તાંબાના વાયર જપ્ત કરી ૧૦૦% મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ઝડપાયેલી મહિલા અગાઉ પણ રાજુલા અને પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.









































