પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ૧૪ નવેમ્બરે દુબઈમાં આયોજિત ટી ૨૦ વર્લ્‌ડ કપની ફાઈનલ મેચ જોવા જશે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલય દ્વારા મળેલી માહિતી અનુસાર, બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીએ મમતા બેનર્જીને ક્રિકેટની ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને મમતા બેનર્જીએ સ્વીકારી લીધું છે અને તે હવે ફાઈનલ મેચ જોવા માટે દુબઈ જશે.
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયને જોણ કરી છે કે તે મેચ જોવા માટે દુબઈ જશે. આ પહેલીવાર છે, જ્યારે વિદેશમાં આયોજિત રમતગમતની સ્પર્ધામાં દેશના કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને આ રીતે આમંત્રણ આપવામાં આવ્યું હોય અને મમતા બેનર્જી પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રિય મેચ જોવા માટે વિદેશ જશે. આ પહેલા પણ મમતા બેનર્જી વિદેશ પ્રવાસ પર જઈ ચુક્યા છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે તેઓ કોઈ આંતરરાષ્ટ્રિય મેચ જોવા વિદેશ જશે.
મમતા બેનર્જીના સૌરવ ગાંગુલી સાથે ઘણા સારા સંબંધો છે. એક સમયે સૌરવ ગાંગુલીને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ બનાવવામાં મમતાની ભૂમિકા હતી. આ વર્ષે જોન્યુઆરીમાં જ્યારે સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો ત્યારે મમતા બેનર્જી પણ તેને જોવા હોસ્પિટલ ગઈ હતી.
બંગાળમાં ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસની સરકાર બન્યા બાદ મમતા અચાનક એક દિવસ સૌરવ ગાંગુલીના ઘરે તેમને મળવા પહોંચી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી અટકળો ચાલી રહી હતી. રમતગમતમાં મમતા બેનર્જીની રુચિ જોણીતી છે. તેઓ ૨૦૧૭માં કોલકાતામાં યોજોયેલા અંડર-૧૭ ફિફા વર્લ્‌ડ કપ ફૂટબોલ દરમિયાન વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગનમાં જોવા મળ્યા હતા.