મમતા બેનરજી પોતાને વડાપ્રધાન પદનાં દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરવામાં લાગ્યાં છે. મમતા પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કોંગ્રેસ સહિતના પક્ષોના નેતાઓને તોડીને તૃણમૂલ કોંગ્રેસમાં લાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ તૃણમૂલના નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે.
તૃણમૂલના નેતાઓનું માનવું છે કે, અભિષેક બેનરજી, પ્રશાંત કિશોર અને ડેરેક ઓબ્રાયનની ત્રિપુટીએ મમતાના દિલોદિમાગ પર કબજો કરી લીધો છે. મમતા કોઈ પણ નિર્ણય તેમને પૂછીને જ લે છે. તેના કારણે તૃણમૂલના સાંસદો માટે મમતાને મળીને ખુલ્લા મને વાત કરવું મુશ્કેલ બની ગયું છે. મમતાને રજૂઆત કરવા જોઓ ત્યારે આ ત્રિપુટી હાજર જ હોય
છે.
તૃણમૂલના નેતા બીજો પક્ષના લોકોને મમતાને મળવા લઈ આવે છે ત્યારે પણ આ ત્રણમાંથી કોઈ ને કોઈ હાજર જ હોય છે તેથી મુક્ત મને વાત પણ થઈ શકતી નથી. આ કારણે તૃણણૂલ સાથે જોડાવા માગતા ઘણા નેતા મમતાને મળવાનું પણ ટાળી રહ્યા છે. તાજેતરમાં મમતા દિલ્હી આવ્યાં ત્યારે તો તેમને મળવા ગયેલા સાંસદોની તલાશી સુધ્ધાં લેવાઈ હતી.