પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના સિક્યુરિટી ઓફિસરોની બે રિવોલ્વર સાથેની બેગ ચોરી થઈ જતા બંગાળ પોલીસમાં હડકંપ મચી ગયો છે.તાજેતરમાં મમતા બેનરજી આસામમાં કામાખ્યા મંદિરમાંગયા હતા અને ત્યાથી તેઓ પાછા ફર્યા હતા.આ દરમિયાન તેમની સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓ આસામથી ટ્રેનમાં પાછા ફરી રહ્યા હતા તે સમયે તેમની બેગ ચોરાઈ ગઈ હતી.તેમાં બે રિવોલ્વર અને મોબાઈલ તથા પૈસા પણ હતા.પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.મમતા બેનરજી ૨૧ ડિસેમ્બરે આસામ ગયા હતા અને તેમની સાથે તેમના સુરક્ષા કર્મીઓ પણ હતા.તેઓ ટ્રેનમાં પાછા ફર્યા હતા.દરમિયાન કૂચબિહાર સ્ટેશન પર સુરક્ષા કર્મીઓ ઉતર્યા ત્યારે તેમને ખબર પડી હતી કે, બેગ ગાયબ છેમમતા બેનરજી ફ્લાઈટમાં ગૌહાટી ગયા હતા.તેમની સાથે માત્ર બે સુરક્ષા કર્મીઓ જ ફ્લાઈટમાં જઈ શકે તેમ હોવાથી બાકીના ૧૨ સુરક્ષા કર્મીઓ ટ્રેનમાં આસામ પહોંચ્યા હતા અને મમતા બેનરજી જ્યારે કોલકાતા પાછા ફર્યા ત્યારે આ સુરક્ષા કર્મીઓ ટ્રેનમાં પાછા ફરી રહ્યા હતા.કૂચબિહાર સ્ટેશન પર તેમને ખબર પડી હતી કે એક બેગ ગાયબ છે.મામલાને લઈને પોલીસ અધિકારીઓ મોડુ ખોલવા માટે તૈયાર નથી.હવે અલગ અલગ સ્ટેશનો પર તપાસ કરવામાં આવી રહી છે