ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે હોમગાર્ડે મળીને એક ચોકીદારને માર માર્યો છે. ચોકીદારનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે ભાજપને મત આપ્યો ન હતો. જ્યારે ચોકીદારે મફત રાશન લીધા બાદ પણ વોટ ન આપ્યો ત્યારે હોમગાર્ડના જવાનોએ તેને ખૂબ માર માર્યો હતો.
એસડીએમ ઓફિસ પરિસરમાં, બંને હોમગાર્ડ્‌સે રાઇફલના બટ્‌સથી ચોકીદારને લાતો મારી અને માર માર્યો. મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચોકીદાર વીરેન્દ્રની ફરિયાદ પર હોમગાર્ડ રામ પાલ અને વીર બહાદુર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી અને વાડ્રાએ પણ આ ઘટના અંગે  ટ્‌વીટ કરીને તેમણે કહ્યું કે, ‘લોકોને રાશન મળે છે કારણ કે આ દેશના દરેક નાગરિકને ભોજનનો અધિકાર છે. ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલું અનાજ અને તેના વિતરણમાં ખર્ચવામાં આવતા પૈસા જનતાના છે શું ભાજપ સરકાર તેમના પર થોડો ખર્ચ કરીને જનતાને બંધક બનાવવા માંગે છે? આ પોલીસકર્મીઓમાં હિંમત ક્યાંથી આવી કે આપણા દલિત ભાઈઓ સાથે આ રીતે ક્રૂર વર્તન કરે?’
તમને જણાવી દઈએ કે આ આખો મામલો બરેલીના નવાબગંજ નગરના ગામ બાહોરંગલાનો છે. આ જગ્યાના રહેવાસી વીરેન્દ્ર કુમાર નવાબગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે તૈનાત છે. વીરેન્દ્ર કુમાર પોતાની જમીનના કામ અનુસાર તહસીલ પહોંચ્યા હતા. ચોકીદારે જણાવ્યું કે ઓફિસમાં તૈનાત હોમગાર્ડ તેને જાઈને કમેન્ટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન હોમગાર્ડે ચોકીદારને કહ્યું કે તે સરકાર પાસેથી મફત રાશન લે છે અને વોટ પણ નથી આપતો. તેમજ અપશબ્દો બોલવા લાગ્યો હતો.
જ્યારે ચોકીદારે આનો વિરોધ કર્યો તો હોમગાર્ડે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી બોલાચાલી વધી હતી. થોડી જ વારમાં વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો અને નજીકમાં ઉભેલા અન્ય હોમગાર્ડે પણ ચોકીદારને માર મારવાનું શરૂ
આભાર – નિહારીકા રવિયા કરી દીધું. બંને હોમગાર્ડે ચોકીદારને તહેસીલ પરિસરની બહાર જમીન પર ફેંકી દીધો અને તેને લાતો, મુક્કા અને રાઈફલના બટ્ટ વડે માર માર્યો અને ઘાયલ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. પરંતુ કોઈએ દરમિયાનગીરી કરી ન હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જાકે, સત્તાવાર રીતે આ વીડિયોની પુષ્ટી થઇ રહી નથી.