ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને વધુ સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમની સફળતા માટે વિધાનસભા પ્રમાણેની કામગીરી માટે જિલ્લા કક્ષાની નવી ટીમની રચના કરવામાં આવી હતી. આ નવનિયુક્ત ટીમ સાથેની બેઠકમાં કાર્યક્રમનું દરેક બૂથ મુજબ આયોજન, આગેવાનોની ઉપસ્થિતિ, કાર્યક્રમની સફળતા અને ફોટોગ્રાફ સાથે ‘સરલ’ એપ્લિકેશનમાં રિપોર્ટિંગ વગેરે બાબતે ચર્ચાઓ કરાઈ હતી. આ બેઠકમાં અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ‘મન કી બાત’ કાર્યક્રમના નવનિયુક્ત ઇન્ચાર્જ તરીકે સાગરભાઈ સરવૈયા, પ્રવીણભાઈ સાવજ, જીતુભાઈ જોષી, મુકેશભાઈ ખોખરીયા અને ધર્મેશભાઈ વિસાવળીયાની નિમણૂક કરવામાં આવી હતી.