બક્સરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીના રોડ શો દરમિયાન અંધાધૂંધી ફાટી નીકળી. મનોજ તિવારીએ પોતે દાવો કર્યો હતો કે તેમના પર હુમલો થયો હતો. તેમણે રાષ્ટ્રીય જનતા દળના સમર્થકો પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે ડુમરાવમાં રોડ શો દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અમે ડુમરાવ અને બક્સરમાં રોડ શો યોજ્યો હતો, અને આરજેડી સમર્થકોએ અમારા કાર્યક્રમમાં કેવી રીતે ઘૂસણખોરી કરી તે જાઈને હું ચોંકી ગયો. આરજેડી સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. પહેલા અમને ગાળો આપવામાં આવી, પછી કોઈએ અમારા વાહન પર રાજદનો ધ્વજ લગાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે અમે વિરોધ કર્યો, ત્યારે તેઓએ અમને ભગાડવાનો પ્રયાસ કર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો.મનોજ તિવારીએ વધુમાં કહ્યું, “મોકામાનું પુનરાવર્તન અટકાવવા માટે, અમે અમારા ડ્રાઇવરોને વાહનો ઝડપથી ચલાવવાની સૂચના આપી હતી. પરંતુ તેઓએ લાકડીઓથી અમારા વાહનો પર હુમલો કર્યો, જેનાથી અમને ભાગી જવાની ફરજ પડી. હું ચૂંટણી પંચ, વહીવટીતંત્ર અને મહાગઠબંધનના નેતાઓને અપીલ કરું છું. ચૂંટણી દરમિયાન આ કેવું વર્તન છે? આ એક સ્પષ્ટ ગુનો છે. હું ક્્યારેય કલ્પના પણ કરી શકતો ન હતો કે રાજદ સભ્યો હારના ડરથી આવું કૃત્ય કરશે.” તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે આ મામલે પોલીસ અધિક્ષક સાથે વાત કરી છે. તેમણે તેમને તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.





































