(એ.આર.એલ),બેતુલ,તા.૬
સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસ ડીવાય ચંદ્રચુડને મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. ભીમસેનાના રાજ્ય સંયોજક પંકજ અતુલકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સીજેઆઇ ચંદ્રચુડને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ભીમસેનાના રાજ્ય સંયોજક અતુલકર વિરુદ્ધ આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. મંગળવારે પંકજ અતુલકરની ગંજ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી હતી.
વાસ્તવમાં, ભીમસેનાના રાજ્ય સંયોજક પંકજ અતુલકરે ફેસબુક સહિત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે એસસી/એસટી કેટેગરીના આરક્ષણ સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરી છે. પોસ્ટમાં પંકજે લખ્યું- ‘જા મને તક મળશે તો હું સુપ્રીમ કોર્ટના જજ ધનંજય યશવંત ચંદ્રચુડને મારી નાખીશ, જેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે, જેથી અમારી આવનારી પેઢીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પડ’.
પંકજ અતુલકરે લખ્યું- ‘અમારા કેટલાક પૂર્વજા ક્રાંતિકારી હતા, જેમણે અમને આઝાદી અપાવી. ચીફ જÂસ્ટસે આપેલો નિર્ણય આપણને ફરી ગુલામી જેવો અનુભવ કરાવે છે. અને તેથી જ મેં આ ફેસબુક પોસ્ટ કરી છે, મારા ક્રાંતિકારી પૂર્વજાને અનુસરીને મેં આ પોસ્ટ કરી છે.
પંકજ અતુલકરની વિવાદાસ્પદ ધમકીભરી પોસ્ટ બાદ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મામલાની ગંભીરતા જાતા પોલીસે તુરંત જ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બેતુલના એસપી નિશ્ચલ ઝારિયાએ જણાવ્યું કે સીજેઆઇ ચંદ્રચુડ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અણગમતી ટિપ્પણી કરનારા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ ચાલી રહી છે.