રાજુલામાં એક યુવકને ગાળો આપી ‘મને આ જમીનના પૈસા આપી દો નહીંતર જેલ ભેગા કરાવી દઈશ’ તેમ કહી ધમકી આપી હતી. બનાવ અંગે કિશોરભાઈ હમીરભાઈ ધાખડા (ઉ.વ.૫)એ નવચેતન પરમાર તથા અન્ય ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદો કડીયાળી ગામે સાંથળી જમીનના પ્રકરણને લઈ મામલતદાર કચેરી ગયા હતા. કચેરીના ગેટમાંથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીએ આવી જેમ ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. તેમજ મને આ જમીનના પૈસા આપી દો નહિતર હું તમને જેલ ભેગા કરાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.