માલેગાંવ બ્લાસ્ટ કેસમાં બધા આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફટીનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત ૭ આરોપીઓને એનઆઇએ કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. આ કેસના બધા સાક્ષી પોતાના શરૂઆતી દાવાથી ફરી ગયા હતા. તેના કારણે કોઈને દોષી સાબિત કરી શકાયા નહીં. હવે આ કેસમાં કોર્ટના ચુકાદા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે.
કોર્ટના ચુદાકા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યુ કે આ ભગવાની જીત છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોર્ટનો આ ચુકાદો મારી નહીં પરંતુ ભગવાની જીત છે. તેમણે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટ બાદ મારૂ જીવન બરબાદ થયું, મને અપમાનિત કરવામાં આવી, મને આતંકી બનાવી દેવામાં આવી.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું, “મેં શરૂઆતથી જ કહ્યું છે કે જેમને તપાસ માટે બોલાવવામાં આવે છે તેમની પાછળ કોઈ આધાર હોવો જાઈએ. તેમણે મને તપાસ માટે બોલાવ્યો, મારી ધરપકડ કરી અને મને ત્રાસ આપ્યો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું. હું સાધુનું જીવન જીવી રહી હતી પણ મને આરોપી બનાવવામાં આવી અને કોઈ સ્વેચ્છાએ અમારી સાથે ઉભું ન રહ્યું. હું જીવિત છું કારણ કે હું સંન્યાસી છું. તેઓએ ષડયંત્રના ભાગ રૂપે કેસરને બદનામ કર્યું. આજે કેસરી જીત્યો છે, હિન્દુત્વ જીત્યું છે અને જે દોષિત છે તેમને ભગવાન સજા કરશે. જાકે, તમે ભારત અને કેસરીને બદનામ કરનારાઓને ખોટા સાબિત નથી કર્યા.
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતે કોર્ટમાં કહ્યું, “આ કેસમાં ફસાયા પહેલા હું જે રીતે કરતો હતો તે જ રીતે મારા દેશ અને મારા સંગઠનની સેવા કરવાની તક આપવા બદલ હું તમારો આભાર માનું છું. હું આ માટે કોઈ સંગઠનને દોષી ઠેરવતો નથી. તપાસ એજન્સીઓ જેવી સંસ્થાઓ ખોટી નથી, પરંતુ સંગઠનની અંદરના લોકો ખોટા છે. સામાન્ય માણસનો સિસ્ટમમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા બદલ હું તમારો આભાર માનું છું.”
તમને જણાવી દઈએ કે એનઆઇએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું, “અમે છડ્ઢય્ છ્જી ને આરોપી સુધાકર ચતુર્વેદીના ઘરમાં વિસ્ફોટકો રાખવાના કેસમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.” એનઆઇએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીને નિર્દોષ જાહેર કર્યા.








































