હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી સાંસદ હર્ષ મહાજનની અરજી ફગાવી દીધી છે. જેમાં ભાજપના સાંસદે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની રાજ્યસભા ચૂંટણી સંબંધિત અરજીને ફગાવવાની અપીલ કરી હતી.
વાસ્તવમાં, અભિષેક મનુ સિંઘવીએ રાજ્યમાં ૨૭ ફેબ્રુઆરીએ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા નક્કી કરવા અપનાવવામાં આવેલી પ્રક્રિયાને પડકારી હતી જ્યારે બંને ઉમેદવારોને ૩૪-૩૪ મત મળ્યા હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ જ્યોત્સના આર દુઆની ખંડપીઠે કહ્યું કે મને પ્રતિવાદી (હર્ષ મહાજન)ની ચૂંટણી અરજી ફગાવી દેવાની દલીલમાં કોઈ યોગ્યતા મળી નથી અને તેથી તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.
અભિષેક મનુ સિંઘવીએ હર્ષ મહાજન સામે ચૂંટણી હાર્યાના પાંચ અઠવાડિયાથી વધુ સમય બાદ ૬ એપ્રિલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ચૂંટણી અધિકારીના મતોની સંખ્યા સરખી થયા બાદ લોટરીના નિયમોના અર્થઘટનને પડકાર્યો હતો. લોટરી દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને રિટ‹નગ ઓફિસર દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા મુજબ, જે ઉમેદવારનું નામ લોટરીમાંથી બહાર આવ્યું હતું તેને પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ હર્ષ મહાજનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસનું સંખ્યાબળ ૪૦ હતું અને તેને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું. પરંતુ બંને ઉમેદવારોને ૩૪-૩૪ મત મળ્યા કારણ કે નવ ધારાસભ્યો, કોંગ્રેસના છ બળવાખોરો અને ત્રણ અપક્ષોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને ટેકો આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદા હેઠળ જરૂરી તમામ હકીકતો ચૂંટણી અરજીમાં જાહેર કરવામાં આવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે રિટ‹નગ ઓફિસર દ્વારા કાયદાકીય જાગવાઈઓનું પાલન ન કરવાનો આક્ષેપ કરતી અરજીમાં કાર્યવાહીનું કારણ ઘડવામાં આવ્યું છે, જેમણે ચૂંટણી આચારના નિયમોના નિયમો ૭૫ (૪) અને ૮૧ (૩)નો ઉપયોગ કર્યો છે. અભિષેક મનુ સિંઘવી તરફથી વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમ અને પ્રશાંતો સેન વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા.