એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસને સમન્સ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જાડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને આ સમન્સ મોકલવામાં આવ્યું છે. જેકલીનને આજે સવારે ૧૧ વાગ્યે ઈડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં ઈડી અધિકારીઓ તેની પૂછપરછ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે સુકેશે જેકલીનને એક પત્ર લખ્યો હતો.
જેકલીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અગાઉ પણ ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગના આ કેસમાં ઈડીએ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેકલીન આ કેસમાં જામીન પર છે.
ચાર્જશીટ મુજબ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડીસ સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. તેમાં ગુચીની બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, ૧૫ જાડી ઇયરિંગ્સ, ૫ બર્કિન બેંગ્સ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ, બંગડીઓ, રોલેક્સ જેવી મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે ઠગ સુકેશ ચંદ્રશેખરે પણ જેકલીનને જેલમાંથી એક પત્ર મોકલ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે જેકલીનને ૩ પાનાનો પત્ર લખ્યો હતો અને અભિનેત્રીના જન્મદિવસ માટે ૩૦ દિવસનું કાઉન્ટડાઉન જાહેર કર્યું હતું.