દિલ્હી લિકર પોલિસીના કથિત કૌભાંડમાં આજે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સિસોદિયા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી
આભાર – નિહારીકા રવિયા લંબાવી છે. કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં આરોપો પરની દલીલો ૩૦ મે સુધી મુલતવી રાખી છે. મનીષ સિસોદિયા અને કસ્ટડીમાં રહેલા અન્ય આરોપીઓને જેલમાંથી વીડિયો કોનફ્રન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
કોરોના સમયગાળા દરમિયાન, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ‘દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨’ લાગુ કરી હતી. આ દારૂ નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની ફરિયાદો આવી હતી જેના પગલે લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી. આ સાથે દિલ્હીની એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ પર સવાલો ઉભા થયા છે. જા કે, નવી દારૂની નીતિ પાછળથી તેની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે રદ કરવામાં આવી હતી.
સીબીઆઈએ આ કેસમાં ઓગસ્ટ ૨૦૨૨માં ૧૫ આરોપીઓ વિરુદ્ધ નવી દારૂ નીતિમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાગત અનિયમિતતા બદલ એફઆઇઆર નોંધી હતી. ઈડીએ પાછળથી સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસના સંદર્ભમાં પીએમએલએ હેઠળ મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી. દિલ્હી સરકારની નવી લિકર પોલિસીમાં કથિત કૌભાંડની ઈડી અને સીબીઆઇ અલગ-અલગ તપાસ કરી રહી છે. ઈડી નીતિની રચના અને અમલીકરણમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. તે જ સમયે, સીબીઆઈ તપાસ પોલિસી બનાવતી વખતે થયેલી કથિત અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સીબીઆઇ અને ઈડી, દિલ્હી લિકર પોલિસી અનિયમિતતા કેસની તપાસ કરી રહેલી બંને એજન્સીઓએ અત્યાર સુધીમાં ૧૫ થી વધુ લોકોની ધરપકડ કરી છે અને છ ચાર્જશીટ દાખલ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિજય નાયર, કે. કવિતા, મગુન્તા શ્રીનિવાસ રેડ્ડી, રાઘવ મંગુતા, સમીર મહેન્દ્રુ, અરુણ રામચંદ્રન, રાજેશ જાશી, ગોરંતલા બૂચીબાબુ, અમિત અરોરા, ગૌતમ મલ્હોત્રા, અરુણ પિલ્લઈ, બેનય બાબુ (ફ્રેન્ચ લિકર કંપની પેર્નોડ રિકાર્ડના જનરલ મેનેજર), પી. સારથ ચંદ્રાબેન રેડ્ડી. ફાર્મા કંપનીના સંપૂર્ણ સમયના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સમાં બિઝનેસમેન અમનદીપ ધાલ અને બિઝનેસમેન અભિષેક બોઈનપલ્લીનો સમાવેશ થાય છે. સંજય સિંહ આમાંથી ઘણા આરોપીઓને જામીન મળી ગયા છે જ્યારે કેટલાક સરકારી સાક્ષી પણ બન્યા છે. અરવિંદ કેજરીવાલને ૧૦ મેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા.