ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને રાજકીય, સામાજિક તથા સહકારી ક્ષેત્રે લોકપ્રિય યુવા આગેવાન મનીષ દિલીપભાઈ સંઘાણીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત, સાવરકુંડલા તાલુકાના કમી ગામે માનવ સ્મૃતિ જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. ગાયત્રી મંદિર ખાતે શિવ પૂજન અને આયુષ્ય યજ્ઞ યોજાયા હતા, જ્યારે હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. મહિલા વિકાસ ગૃહ ખાતે બાળાઓને ભોજન અને કીટ વિતરણ કરાયું, અંધશાળા અને બહેરા-મૂંગા શાળામાં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. લાઠી રોડ પર ગાયોને ઘાસચારો અને સરદારપાર્ક લાઠી રોડ પર વૃક્ષારોપણ સાથે બટુક ભોજન કરાયું હતું. પ્રતાપપરા ખાતે નિરાધાર બાળકોને ભોજન, કુંકાવાવ ખાતે વૃક્ષારોપણ, ગાયોને લીલો ઘાસચારો અને બાળકોને ફૂડ પેકેટ વિતરણ કરાયા. વાવડી રોડ ખાતે વૃક્ષારોપણ અને બટુક ભોજન ,વૃદ્ધાશ્રમ (દીકરાનું ઘર) લાઠી રોડ ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું, અને તપોવન આશ્રમ
ખાતે પણ વડીલોને ભોજન સાથે સેવાકિય પ્રવૃતિઓથી જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી.










































