ગુજરાત રાજ્ય સહકારી સંઘના દિશાનિર્દેશો અનુસાર અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા પાણીયા ખાતે ૭૧ મા અખિલ ભારતીય સહકાર સપ્તાહ અતંર્ગત સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા ઉદ્યોગ સાહસિકતા, રોજગાર અને કૌશલ્ય વિકાસનાં સંવર્ધનમાં સહાકારિતાની ભૂમિકા વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં જયંતીભાઈ પાનસુરીયા, હરેશભાઈ પટોલિયા, રાજભાઈ જાની, રવિભાઈ પડયા, નીરવભાઈ ગોંડલિયા, એક્ઝિક્યુટિવ ઓફિસર ભાર્ગવ ત્રિવેદી, FPO ના CEO ગોપેશભાઈ ગજેરા અને સહકારી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.